Home /News /gujarat /

16 જગ્યાએથી કપાસની ગાંસડીની ચોરી કરતી ગેંગ, ગઢડા પોલીસે કરી તમામની ધરપકડ

16 જગ્યાએથી કપાસની ગાંસડીની ચોરી કરતી ગેંગ, ગઢડા પોલીસે કરી તમામની ધરપકડ

ગઢડા પોલીસ ગેંગ

Crime: ગઢડા પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કપાસની ચોરી કરતી ગેંગને પીકઅપ વાન સાથે ઝડપી પાડી. આ સમયે તેમની પાસેથી 1,56,000નો રોકડ મુદ્દામાલ ઝડપાયો હતો.

    પ્રકાશ સોલંકી, ગઢડા:  ગઢડા પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કુલ-16 જગ્યાએથી કપાસની ચોરી કરનાર ગેંગને પીકઅપ વાન સાથે ઝડપી પાડીછે. ગઢડા, ઉમરાળા, વલ્લભીપુરનાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ-16 જગ્યાએથી ગેગ દ્વારા કપાસની ચોરી કરવામાં આવેલ  આરોપીઓ પાસેથી પોલીસે એક પીકઅપવાન સાથે રોકડ 1,56,000 નો મુદમાલ ઝપત કર્યો છે.

    ભાવનગર અને બોટાદ પોલીસ દ્વારા ચોરી તેમજ મિલકત સબંધી ભવિષ્યમાં કોઇ ગુનાઓ ન બને અને બનેલ ગુનાઓ શોધી કાઢવાની આપેલ સુચનાને આધારે જિલ્લામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવતું હતું. વાહન ચેકીગ કરવામાં આવી રહ્યા છે  ત્યારે ગઢડા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ આર.બી. કરમટીયા તથા સ્ટાફ  તા. 04/01/2022 નાં રોજ ગઢડા અડતાળા રોડ પર પોલીસ વાહન ચેકિંગ કામગીરીમાં હતા ત્યારે બાતમી મળેલ કે એક પીકઅપ વાહન છે  જેનો ઉપયોગ કપાસની ચોરીમાં થઇ રહ્યો છે. અને તેમાં બેસેલા શખ્સો દ્વારા કપાસ ચોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

    આ બાતમીને આધારે પીકઅપ વાહન આવતું જોઇને પોલીસે તેને રોકી ચેકિંગ કર્યું હતું. જેમાં બેસેલ પાંચ શખ્સોની અલગ અલગ યુક્તિથી પૂછપરછ કરાતા પાંચેય ઇસમોએ કપાસની ચોરી કરતા હોવાની કબુલાત  કરી લીધી હતી. આ સમયે પોલીસે જે પીકઅપ વાહન રોક્યું હતું જેનો નંબર- GJ-04 W1012 છે. જ્યારે રોકડ રૂપિયા 1,56,000નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. આ પાંચેય શખ્સ દ્વારા કરવામાં આવેલી કબૂલાત મુજબ તેમણે અત્યાર સુધીમાં કૂલ 103 કપાસની ગાંસડીઓ ચોરી છે.

    આ સમયે પાંચેય આરોપીઓએ જે કબૂલાત કરી હતી તે મુજબ

    1. ગઢડા- ઉગામેડ રોડની સીમામાંથી 10 નંગ કપાસની ગાસડી ચોરી હતી.
    2. ચભાડીયા ગામની સીમમાંથી અલગ-અલગ બે જગ્યાએથી મળી કુલ 11 નંગ કપાસની ગાસડીઓ ચોરી હતી.
    3. કાપરડી ગામની સીમમાંથી અલગ-અલગ બે જગ્યાએથી મળી કુલ કપાસની 18 નંગ ગાસડીઓ ચોરી હતી જેમાંથી 10 ગાસડીઓની ચોરી તેમણે સીધી ટ્રેક્ટરમાંથી કરી હતી.
    4. ખોપળા ગામની સીમમાંથી અલગ-અલગ બે જગ્યાએથી મળી કપાસની 10 નંગ ગાસડી ચોરી હતી.
    5. ઉગામેડી ગામની સીમમાંથી અલગ-અલગ બે જગ્યાએથી કપાસની 8 નંગ ગાસડી ચોરી કરી હતી.
    6. સમઢીયાળા (ગઢવીનું) ગામની સીમાએથી કપાસની ગાસડીઓ 12 નંગ ગાસડી ચોરી હતી.
    7. ભોજાવદર ગામની સીમમાંથી કપાસની 7 નંગ ગાસડીઓની ચોરી કરી હતી.
    8. વડોદ ગામની સીમામાંથી કપાસની 5 નંગ ગાસડીઓ ચોરી કરી હતી.
    9. વાંગધ્રા ગામની સીમમાંથી કપાસની 7 નંગ ગાસડીઓ ચોરી કરી હતી.
    10. દરેડ-નીંગાળા ગામની સીમ વચ્ચેથી કપાસની 5 નંગ ગાસડીઓ ચોરી કરી હતી.
    11. રામણકા-ઇશ્વીયા ગામની સીમાએથી કપાસની 5 નંગ ગાસડીઓ ચોરી કરી હતી.
    12. દુધાધાર ગામની સીમમાંથી કપાસની 5 નંગ ગાસડીઓ ચોરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cotton Bales, Crime news, Gadhda Police, Local News

    આગામી સમાચાર