Home /News /gujarat /

રાજકોટ : ક્રિકેટર તેની પૂર્વ પત્ની સાથે ડ્રગ્સ લીધેલી હાલતમાં હોટલમાંથી ઝડપાયો, પોલીસે કર્યો નવો ખુલાસો

રાજકોટ : ક્રિકેટર તેની પૂર્વ પત્ની સાથે ડ્રગ્સ લીધેલી હાલતમાં હોટલમાંથી ઝડપાયો, પોલીસે કર્યો નવો ખુલાસો

Dcp મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, આકાશ અને અમી અત્યાર સુધીમાં બે વખત છૂટાછેડા લઈ ચૂક્યા છે

drugs In Rajkot- તેમનો સામાન ચેક કરતાં ગાદલા ઉપરથી ત્રણ જેટલા ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા

રાજકોટ : રાજકોટમાં (Rajkot)ગુરૂવારના રોજ અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા ક્રિકેટરની માતા મીડિયા સમક્ષ આવી હતી અને ત્યાર બાદ જણાવ્યું હતું કે, તેનો પુત્ર ચિઠ્ઠી લખીને ઘરે ક્યાંથી જતો રહ્યો છે. તેમજ તેનો પુત્ર છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સ (drugs)લેતો હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું. ત્યારે ગણતરીની કલાકોમાં રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police)દ્વારા મહિલાના પુત્ર તેમજ ભૂતપૂર્વ પુત્રવધૂને અન્ય એક વ્યક્તિ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસને જે જગ્યાએથી ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા છે. ત્યાંથી ઇન્જેક્ટેબલ drugs પણ મળી આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા મળી આવેલ પદાર્થને ચકાસણી અર્થે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ફોરેન્સિક લેબ (Forensic Lab)દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. ત્યારબાદ ઝડપી પાડવામાં આવેલ પદાર્થનું નામ શું છે તેમજ કે આ પ્રકારની તેની અસર શરીરમાં પેદા થાય છે તે તમામ બાબતો અંગે જાણી શકાશે.

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગત 18 જૂનના રોજ મહિલાએ એક લેખિત અરજી કરી હતી. જે અરજીમાં તેને drug પેડલર સુધાબેન ધામલીયા નામની મહિલા તેમજ કૌશિક રાણપરા, સમીર કાદરી, મયુર ખત્રી, મયુર ધામેલીયા, કરન કક્કડ સહિતનાઓએ તેના પુત્ર તેમજ પુત્રવધૂને એમડી ડ્રગના રવાડે ચડાવ્યા હોવાની રજૂઆત કરી હતી. જે બાબતે અરજદારને સાથે રાખીને એમડી ડ્રગ્સ સાથે સુધાબેનને પકડવા નો ટ્રેપ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે-તે સમયે ટ્રેપ સફળ નહોતી રહી. પરંતુ બાદમાં બે જુલાઈના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સુધાબેન નામની મહિલાને ડીપીએસના ગુનાના કામે અટક કરી તેને જેલ હવાલે કરવામાં આવી હતી.

આ પણ વાંચો - LRD અને પોલીસ ભરતી: શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે

દરમિયાન ગઇકાલે મહિલાએ તેનો પુત્ર ઘરે ચિઠ્ઠી લખી ક્યાંક નાસી ગયો હોવાની પોલીસને જણાવ્યું હતું. જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ એસ.ઓ.જી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રેસકોર્સ પાસે આવેલી શિવ શક્તિ હોટલમાંથી આકાશ તેમજ તેની ભૂતપૂર્વ પત્ની અમી ધોલેરા તેમજ અન્ય એક વ્યક્તિ ઈરફાન અબ્બાસ ભાઈ પટણીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમનો સામાન ચેક કરતાં ગાદલા ઉપરથી ત્રણ જેટલા ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. ઝડપાયેલા વ્યક્તિઓના જણાવ્યા પ્રમાણે ઇન્જેક્શનમાં md drug હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ ઇન્જેક્શન મારફત તેઓએ drugs લીધું હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ત્રણેય વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટઃ મિત્ર સાથે જતા યુવકનું બાઈક સ્લીપ થતા મોત, એન્જીનિયર યુવકના મોતથી બહેને ભાઈ ગુમાવ્યો

ગઈકાલે આકાશની માતાએ જે 6 વ્યક્તિઓના નામ પોલીસને જણાવ્યા હતા તે તમામને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે. તેમજ તે છ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ પાસેથી કોમર્શિયલ કોન્ટીટીમાં નશીલો પદાર્થ પણ ઝડપાયો છે.

Dcp મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, આકાશ અને અમી અત્યાર સુધીમાં બે વખત છૂટાછેડા લઈ ચૂક્યા છે. અમી પણ ડ્રગ એડિક્ટેડ હોવાનું સામે આવી ચૂક્યું છે. આકાશ ક્યારેક રાજકોટ તો ક્યારેક પોતાના પિતા પાસે દિલ્હી રહેતો હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા દોઢ વર્ષથી દિલ્હી રહેતો હતો. પરંતુ ગત 12 તારીખના રોજ તે રાજકોટ પરત આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસની પૂછપરછમાં તે 2015થી જુદા જુદા નશીલા દ્રવ્યોનું સેવન કરતો હોવાનું જણાવ્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Rajkot News, ડ્રગ્સ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन