ધૈર્યરાજને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી આવી અપીલ, જાણો કેટલા રૂપિયા થયા ભેગા

ધૈર્યરાજને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી આવી અપીલ, જાણો કેટલા રૂપિયા થયા ભેગા
ધૈર્યરાજને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી આવી અપીલ (તસવીર - રિવાબાના ફેસબુક પરથી)

ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે

  • Share this:
રાજકોટ : ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. રીવાબા જાડેજાએ પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ધૈર્યરાજ સિંહને લગતી એક પોસ્ટ મૂકી છે. જેમાં રિવાબા જાડેજાએ લખ્યું છે કે માનવતા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે, આપ ડોનેશન માટે એક પગલું ઉપાડો. આપના થી શક્ય તેટલી મદદ કરો જેથી આપણે કોઈકની મહામૂલી જીંદગી બચાવી શકીએ.

રિવાબા દ્વારા ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલ અપીલ બાદ ગણતરીની કલાકોમાં હજારોની સંખ્યામાં તેમની ફેસબુક પોસ્ટને ઘણી લાઈક મળી છે. તો સાથે સાથે કોમેન્ટ અને શેર પણ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધૈર્યરાજ સિંહ માટે અત્યાર સુધીમાં 6.22 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું છે.ઉલ્લેખનીય છે કે ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા માટે અત્યાર સુધીમાં જુદા જુદા સમાજના લોકો આગળ આવ્યા છે. ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી પણ ત્રણ મહિનાના માસુમ બાળકને બચાવવા માટે અર્પણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ખાતે પણ કરણી સેના બાળક માટે ભંડોળ એકત્ર કરવા માટે જુદા જુદા સિગ્નલ પર ડોનેશન બોક્સ સાથે જોવા મળી રહી છે. બીજી તરફ લોકોનો પણ કરણી સેનાને સપોર્ટ મળી રહ્યો છે.

આ પણ વાંચો - ગીર સોમનાથ : ગામડાનાં શિક્ષિત કપલે કાઠિયાવાડી સ્ટાઈલમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું

રીબડાના રાજદીપ સિંહ જાડેજા પણ ત્રણ મહિનાના માસુમ બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા માટે અપીલ કરી ચૂક્યાં છે. 8મી માર્ચના રોજ ધૈર્યરાજ સિંહ રાઠોડના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપ સિંહ રીબડાને ત્યાં મળવા ગયા હતા. આ સમયે રાજદીપ સિંહ દ્વારા ધૈર્ય રાજસિંહને મદદની અપીલ કરતો હોય તે પ્રકારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં રાજદીપસિંહ રીબડાએ જણાવ્યું હતું કે, ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. તે બીમારી માટેનું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ત્યારે ખુદ રીબડાના જાડેજા પરિવાર દ્વારા પણ લાખો રૂપિયાની મદદ રાઠોડ પરિવારને કરવામાં આવી છે. તો સાથે આગામી બે દિવસમાં ખુદ રાજદીપ સિંહ રીબડા ટોલનાકા પર તેમની ટીમ સાથે ડોનેટ બોક્સ લઈને ઉભા રહેશે.
Published by:Ashish Goyal
First published:March 14, 2021, 19:39 pm

ટૉપ ન્યૂઝ