Home /News /gujarat /પોરબંદરના ટ્રાન્સજેન્ડરને હવે મળશે દીકરીનો કબજો, જાણો શું છે આ ઐતિહાસિક ચુકાદો
પોરબંદરના ટ્રાન્સજેન્ડરને હવે મળશે દીકરીનો કબજો, જાણો શું છે આ ઐતિહાસિક ચુકાદો
બીજલની પહેલાની અને હાલની તસવીર
' હાલના કિસ્સામાં હેમાંગી કે, જેઓ સગીર પુત્રીના માતા છે. ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટની જોગવાઈ મુજબ હાલમાં હેમાંગી પાસે જે સગીર પુત્રીનો કબ્જો ગેરકાયદેસરનો ગણાય.'
Porbandar News: પ્રતીશ શિલુ, પોરબંદર: રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં પુરુષમાંથી ટ્રાન્સ વુમન બનેલા હવે બીજલ ભાઇશંકર મહેતાના નામથી ઓળખાય છે. તેમનું પહેલાનું પુરુષ નામ નિલેષકુમાર ભાઈશંકર મહેતા હતુ. નોંધનીય છે કે, જિલ્લા અદાલતે બીજલને સગીર પુત્રી સોંપવા ઐતિહાસિક હુકમ કર્યો છે.
નિલેશે બે વાર લગ્ન કર્યા
આ અંગેની વાત કરીએ તો, નિલેશ મહેતાના પ્રથમ લગ્ન મીતલ સાથે થયા હતા. તેઓને લગ્નજીવનમાં બાળકીનો જન્મ થયો હતો. જે બાદ તેઓનું લગ્નજીવન સારી રીતે ન ચાલતાં તેઓએ છુટાછેડા લીધા હતા. તે સમયે પુત્રીને કાયમી ધોરણે તેણીના કુદરતી-પિતાએ રાખવાનું નક્કી થતાં દીકરી તેમની સાથે રહેતી હતી. જે બાદ નિલેશે પુનઃલગ્ન હેમાંગી સાથે કર્યા. હેમાંગી તથા નિલેશના લગ્નજીવનમાં પણ મનમેળ ન આવતા હેમાંગીએ નિલેશની સગીર પુત્રી મહેકને લઈને પિયર ચાલી ગઇ હતી.
ચીફ કોર્ટે બીજલની માંગણી ફગાવી દીધી હતી
જે બાદ નિલેશ એટલે કે બીજલ દ્વારા પોતાની સગીર પુત્રી મહેકનો કબ્જો સર્ચ વોરંટથી મેળવવા માટે પોરબંદરની કોર્ટમાં અરજી દાખલ કરેલી. પરંતુ ચીફ કોર્ટે બીજલની માંગણી ફગાવી દીધી હતી. જે બાદ બીજલ દ્વારા જિલ્લા અદાલતમાં કોર્ટના હુકમને ગેરકાયદેસરનું હોવાનું જણાવી પડકારેલો.
બીજલને સગીર પુત્રી સોંપવા હુકમ કરાયો
સગીર પુત્રીના માનસ ઉપર વિપરીત અસર થઇ શકે તેવા અનેક તર્ક રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજલે ધારાશાસ્ત્રી એમ.જી.શીંગરખીયા તથા સલીમ ડી. જોખીયા હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમણે જણાવ્યું હતુ કે, હાલના કિસ્સામાં હેમાંગી કે, જેઓ સગીર પુત્રીના માતા છે. ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટની જોગવાઈ મુજબ હાલમાં હેમાંગી પાસે જે સગીર પુત્રીનો કબ્જો ગેરકાયદેસરનો ગણાય. બીજલ સગીર પુત્રીના કુદરતી વાલી થાય છે.
જે બાદ જિલ્લા અદાલતે રેકર્ડ ઉપર રજૂ થયેલી હકીતોને ધ્યાનમાં લઈને ટ્રાન્સ વુમન બીજલ મહેતાની માંગણી વ્યાજબી અને કાયદેસરની હોવાનું માની હતી. અદાલતનો હુકમ ક્ષતિયુકત ગણી તેને રદ કર્યો છે અને બીજલને સગીર પુત્રી સોંપવા હુકમ કર્યો છે.