કૉંગ્રેસના ભગા બારડ તાલાળાના ધારાસભ્ય તરીકે યથાવત રહેશે

News18 Gujarati
Updated: November 6, 2019, 4:52 PM IST
કૉંગ્રેસના ભગા બારડ તાલાળાના ધારાસભ્ય તરીકે યથાવત રહેશે
ભગા બારડની ફાઇલ તસવીર

કૉંગ્રેસ માટે એક બાદ એક સારા સમાચાર, પેટાચૂંટણીમાં 3 બેઠકો જીત બાદ તાલાળાના ધારાસભ્યપદ યથાવત

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કૉગ્રેસ (Gujarat Congress) માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. કૉંગ્રેસના તાલાળા મત વિસ્તાર (Talala)ના ધારાસભ્ય (MLA) ભગવાન બારડ (Bhagvan barad)નું ધારાસભ્યપદ રદ (suspension) કરવાના સરકારના નિર્ણય સામે કોર્ટે તેમનું ધારાસભ્યપદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના પગલે વિધાનસભામાં સરકારે ભગા બારડને ધારાસભ્ય તરીકે યથાવત (continiue) રાખ્યા છે.

મામલો શું હતો ?


તાલાળાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી હતી. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો :  'મહા'નું સંકટ ટળ્યું, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડું

સુપ્રીમ કોર્ટની રોક
આ મામલે એક એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે આજે ભગવાન બારડને મોટી રાહત આપતા ચૂંટણીપંચના જાહેરનમા ઉપર રોક લગાવી હતી. પૂર્વે ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા.

આ પણ વાંચો : વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ 33% નુકસાન હશે તો વળતર ચુકવાશે : કૃષિ મંત્રી

હાઇકોર્ટના નિર્ણયના આધારે મને ફરીથી કાર્યરત કર્યો છે : ભગા બારડ

'આ મામલે ભગવાન બારડે જણાવ્યું હતું કે ' મારૂં સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારે હું સેશન્સ કોર્ટ, હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટ તેના પર રોક લગાવી હતી. આ સ્ટેના આધારે મેં સરકારને અરજી આપી હતી. હાઇકોર્ટના ચુકાદા અને કાયદા અંતર્ગત મને જે રક્ષણ મળેલું છે, તેના મુજબ જ મને આજે ફરીથી સભ્ય તરીકે કાર્યરત કર્યો છે. મને ગઈકાલે પણ કાનુન પર વિશ્વાસ હતો અને આજે પણ છે. મારે આ કાનુની પ્રક્રિયા વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી. '
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर