'અમારા જીવનને બરબાદ કરવામાં પરિવારના પ્રિયજનોનો જ હાથ છે'

News18 Gujarati
Updated: July 8, 2019, 6:53 PM IST
'અમારા જીવનને બરબાદ કરવામાં પરિવારના પ્રિયજનોનો જ હાથ છે'
રાજકોટમાં એક દંપતીએ પોતાની 16 મહિનાની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી છે જેમાં તેણે પોતાની વેદના જણાવી હતી.

રાજકોટમાં એક દંપતીએ પોતાની 16 મહિનાની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી છે જેમાં તેણે પોતાની વેદના જણાવી હતી.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં એક દંપતીએ પોતાની 16 મહિનાની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી છે જેમાં તેણે પોતાની વેદના જણાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પુત્રીની હત્યા કર્યા બાદ રાત્રે જાતે જ બંનેએ બ્લેડથી છરકા કરી હાથની નસ કાપી નાખી હતી તેમ છતાં મૃત્યુ નહીં મળતાં રવિવારે સવારે બંનેએ સજોડે અગ્નિસ્નાન કરી લેતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને બંનેના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, આ સુસાઇડ નોટમાં તેઓએ પરિવારના કેટલાક લોકો પર નામજોગ આક્ષેપો કર્યા છે.

આગ બૂજાવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓને ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી હતી. જે પોલીસને અપાઇ હતી. પોલીસ ફરિયાદમાં મનિષભાઇના પિતા મહેશભાઇએ ઘરમાંથી મનિષ અને ભાવિકાએ ચિઠ્ઠી લખી હોવાની કોઇ વિગતો જણાવી નથી. તેમજ ચિઠ્ઠી બાબતે હોસ્પિટલના બિછાનેથી પતિ-પત્ની પણ આ બંને કંઇ કહેતા નથી. ચિઠ્ઠીમાં ભાવિકા અને મનિષે આપઘાત માટે મજબૂર કરનારા કુટુંબીજનો તરીકે મનિષના પિત્રાઇ ભાઇ જીતુભાઇ, તેના પત્ની ઉષાબેન, સંજયભાઇ ઉપર આક્ષેપો કર્યા છે. હાલ પરિવારના કોઇ સભ્ય મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી.

અમે હિમ્મત હારી ચૂક્યા છીએ

મનિષભાઇ પત્ની ભાવિકાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, હું ભાવિકા મનિષભાઇ રાવતાણી પોતાના પૂર્ણ હોશ હવાસમાં આ પત્ર લખું છું. હું અને મારા પતિ જીવનથી કંટાળી ગયા થીએ. અમારા જીવનમાં આવતી રોજની પરીક્ષાઓથી લડી અને સંઘર્ષ કરી અમે થાકી ગયા છીએ. અમારા જીવનને બરબાદ કરવામાં આમારા પોતાના જ નહીં અન્ય લોકો પણ પ્રયત્ન કરી ચૂક્યા છે. જ્યારથી અમે નવું મકાન લીધું ત્યારથી અમને પાછા પાડવામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. અમારા પ્રયજનો કે જેઓએ અમને આપઘાત કરવા મજબૂર કર્યા છે. તેમના નામ જીતુભાઇ વાસુદેવ રાવતાણી, ઉષા જીતુભાઇ રાવતાણી, દિનેશભાઇ મુકેશભાઇ રાવતાણી, સંજયભાઇ મુકેશભાઇ રાવતાણીનો સમાવેશ થાય છે. આ સૌએ અમને આ અપરાધ કરવા મજબૂર કર્યા છે.

મનિષે લખ્યું 'મને માફ કરજો'

'Khushi also loves you and miss you all' સાથે મનિષે લખ્યું હતું કે, મમ્મી, પપ્પા, કવિતા અને સાહિલ હું તમારો જમાઇ મનિષ. ભાવિકાએ જેમ જણાવ્યું તેમ હું પણ હવે થાકી ગયો છું. રોજ રોજના આ ત્રાસથી હવે એકવાર મરવાનો જ રસ્તો સરળ લાગે છે અને હું તમારી પાસેથી માફી માગુ છું કે મેં તમારી દીકરીને જીવનની બધી ખુશી આપવામાં અસફળ રહ્યો છું. મને માફ કરશો, હું તમારા કહ્યા પર ખરો ન ઉતર્યો.
First published: July 8, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading