Home /News /gujarat /

દ્વારકા પાસે અકસ્માત, વડોદરાના દંપતીનું ઘટનાસ્થળે જ મોત, પુત્ર ગંભીર

દ્વારકા પાસે અકસ્માત, વડોદરાના દંપતીનું ઘટનાસ્થળે જ મોત, પુત્ર ગંભીર

    પ્રતીશ શીલુ, પોરબંદર

    દેવભૂમિ દ્વારકાના હર્ષદ નજીક કાર અને એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરાના દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે આ દંપત્તીની સાથે રહેલા પુત્રને પણ ગંભીર ઇજા પહોંચી છે. જેને રાજકોટ અર્થે ખસેડવામાં આવ્યો છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે દેવભુમિ દ્વારકાના હર્ષદ નજીક કાર અને એસ ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં કારમાં સવાર દંપતીને એટલી ગંભીર ઇજા પહોંચી કે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. તો આ દંપતીની સાથે રહેલા તેમના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં તેને રાજકોટ અર્થે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

    ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવાથી લઇને પ્રાથમિક વિગતો નોંધવાનું શરૂ કર્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Road accident

    આગામી સમાચાર