Coronavirus : રાજકોટમાં 7 દિવસથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન આવતા તંત્ર ચિંતામાં! કારણ જાણવા જેવું


Updated: April 7, 2020, 5:21 PM IST
Coronavirus : રાજકોટમાં 7 દિવસથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન આવતા તંત્ર ચિંતામાં! કારણ જાણવા જેવું
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો શહેર માટે સારા સમાચાર પરંતુ આરોગ્ય વિભાગ માટે ભયસ્થાન

  • Share this:
 રાજકોટ : જે રીતે રાજકોટની (Rajkot) સરખામણીએ અમદાવાદ, (Ahmedabad) ભાવનગર, (Bhavnagar) સુરત (Surat) જેવા શહેરમાં કોરોના ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આવા સમયે રાજકોટમાં એક પણ કોરોના પોઝિટિવ (corona Positive) કેસ નહિ નોંધાતા એક રીતે સારી બાબત છે પરંતુ આ સૌથી મોટી ચિંતાની પણ વાત છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર તંત્ર એડીચોટીનું જોર લગાવી કામ કરી રહ્યુ છે આમ છતાં ક્યાંક ક્લસ્ટર ચૂકાઈ ગયાનો સતત ભય છે અને જો તેવુ બન્યું તો રાજકોટમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થશે.

ડોક્ટર ના મત અનુસાર રાજકોટમાં સાત દિવસથી એક પણ કેસ આવ્યો નથી તે સારી બાબત લાગે પણ તેમના માટે ભયસ્થાન છે. એક સપ્તાહમાં 10 કેસ આવી ગયા પછી એકદમથી શાંત થયા તેની પાછળ હિડન ટ્રાન્સમિશન કે કોઇ ક્લસ્ટર ચુકાઈ ગયું હોય તેવો ભય છે. આવું થશે તો એકસાથે કેસોનો વિસ્ફોટ થશે અને મોટી સંખ્યામાં દર્દીઓ આવશે.

આ પણ વાંચો : Coronavirus : ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, અમદાવાદના કોરોના ક્લસ્ટરમાં ડ્રોનથી છંટકાશે દવા

આ માટે જે ગંભીર કેસ છે તે તમામના સેમ્પલ લેવાઈ રહ્યા છે અને તેના માટે આખી સિસ્ટમ ઉભી કરાઈ છે. સૌથી મોટો ડાર્ક સ્પોટ જાગનાથમાં માતા-પુત્રના કેસ છે. આ બંનેને ક્યાંથી ચેપ લાગ્યો તે જાણી શકાયુ નથી. જ્યાં સુધી આવી લિંક ન મળે ત્યાં સુધી ચેઈન ન મળે તો પછી તેને તોડી કેમ શકાય. જે લોકો વિદેશથી આવ્યા છે તે ત્રણેય કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ, ટેસ્ટ બધુ જ કરીને ત્રણેય પોઝિટિવની લિંક તોડી નાંખી છે.

આ પણ વાંચો : Coronavirus : કોરોનાનો ખાત્મો બોલાવા આશાસ્પદ રસી બની, ભામાશા બીલ ગેટ્સે કરી મદદ

જાગનાથમાં માતા-પુત્રનો ચેપ, મોરબી અને જામનગર તેમને ક્યાંથી ચેપ લાગ્યો તેની કોઇ જ પુષ્ટિ થઈ નથી. કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ 28 દીવસ જેટલો છે તેથી ક્યાં‌થી ચેપ આવ્યો તે હિસ્ટ્રી જાણ્યા ઉપરાંત નવા કેસ આવવા જરૂરી છે. અત્યારે આખુ તંત્ર કોરોના પર ધ્યાન આપી રહ્યુ છે તેથી એ જ ઈચ્છનીય અને સારૂ છે કે દરરોજ એકાદ બે કેસ આવે જેથી તેની લિંક શોધી, ટ્રેસ કરીને ચેઈન તોડી શકાય અને કેસોની સંખ્યા વધતી અટકાવી શકાય.જો ખરેખર રાજકોટમાં કોઇ ચેપ નથી અને તેના કારણે જ કેસ નથી આવતા તેની ખરાઈ થાય તો આપણા માટે તેનાથી સારા સમાચાર કોઈ હોઈ ન શકે. બીજો રસ્તો એ છે કે કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ એટલે કે ૨૮ દિવસ કરતા બમણા 56 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ ચેઈન તૂટી ગઈ તે જાહેર કરી શકાય.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading