મને ૪ દિવસ પહેલા બોલવાની કે ઉભા રહેવાની પણ શક્તિ નહોતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી. અહીં રોજ દવા, ભોજન સાથે ત્રણ ટાઈમ કસરત કરાવી મારી બોલવાની અને હલવા ચલવાની શક્તિ પરત મેળવી હું ખુબ સારું અનુભવું છે, આ શબ્દો છે ૬૩ વર્ષીય બકુલેશભાઇના.
રાજકોટ સિવિલમાં છેલ્લા ૫ માસથી ફિઝ્યોથેરાપીસ્ટ તરીકે સેવા આપતા ડો. મીરાલી ચગ જણાવે છે કે, કોરોનાના અનેક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ છે. કોરોનાના કારણે તેમના ફેફસા પર વધુ પ્રભાવ પડતો હોઈ તેના શ્વસનતંત્રની રિધમ નોર્મલ કરવી જરૂરી હોઈ છે. અહીં સિવિલમાં અમારી ટીમ હાલ ૧૮૦ જેટલા દર્દીઓને દિવસમાં ત્રણ વાર માસ પ્રોનિંગ થેરાપી અને કસરત કરાવીએ છીએ.
પ્રોન થેરાપી વિષે ડો.મીરાલી જણાવે છે કે, આ થેરાપીમાં દર્દીને છાતીના ભાગે ઉલ્ટા સુવડાવવામાં આવે છે. પેટના ભાગે ઓશિકુ રાખવાનુ. આ અવસ્થામા ઉંડા શ્વાસ લેવના. આમ કરવાથી દર્દીઓને ઓક્સિજન વધારે પ્રમાણમાં મળે છે. દિવસમાં આ પ્રક્રિયા બેથી ત્રણ વાર એક કલાક માટે કરવામાં આવે છે. મોટી ઉંમરના દર્દીઓને સીધા સૂવાને બદલે પડખાભેર સુવા ડો. સલાહ આપે છે. આ ઉપરાંત દર્દીઓને શરીરમાં રહેલી નસ જકડાઈ ન જાય તે માટે હાથ પગની કસરત પણ નિયમિત કરાવવામાં આવે છે. જેનાથી દર્દીના શરીરમાં લોહીનું પરિભ્રમણ જળવાઈ રહે છે.
માસ પ્રમોશનની વાત પાયાવિહોણી છે, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો: ભૂપેન્દ્રસિંહ
મોટા ભાગના દર્દીઓને ૨થી ૩ દિવસમાં ઓક્સિજનની માત્રા નોર્મલ થઈ જતી હોવાનું ડો. મીરાલી દર્દીઓના પ્રોગ્રેસ અંગે જણાવે છે. માત્ર એટલું જ નહિ દર્દી સાજા થઈ ગયા બાદ પણ કસરત અને પ્રોન થેરાપી ચાલુ રાખવાની તેઓ સલાહ આપે છે.
સ્વાનુભવ વિષે વાત કરતા ડો. મીરાલી જણાવે છે કે, દિવાળી સમયે મને પણ કોરોના થયો હતા. હુ હોમ આઇસોલેશન દરમ્યાન રોજ પ્રોન થેરાપી લેતી. જે મને સ્વસ્થ થવામાં ઉપયોગી બન્યાનું તેઓ જણાવે છે. હાલ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લેતા અનેક દર્દીઓ જીવનમાં પહેલીવાર કસરત કરી રહ્યા છે. શરૂઆતમાં તેઓને થોડું અજુગતું લાગે છે પણ ધીરે ધીરે તેઓ ટેવ કેળવી લે છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું - ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે
એવા જ એક દર્દી કલ્પેશ કુકડિયા જણાવે છે કે અહીં પ્રોન થેરાપીથી મને ખાસ્સો ફાયદો થયો છે. આ ઉપરાંત અહીંના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ ખુબ કોઓપરેટીવ હોવાનું તેઓ સ્વીકારે છે. જરૂર પડ્યે ઓક્સિજન પર અમને રાખવામાં આવે છે. જે દર્દીઓને વોશરૂમ માટે જવામાં તકલીફ પડે તેમને હાથ પકડીને લઈ જઈ અહીંનો સ્ટાફ ખુબ મદદરૂપ બનતો હોવાનું તેઓ જણાવે છે.
કોરોનાથી સાજા થયેલા લોકો ઉપરાંત સ્વસ્થ વ્યકતિઓએ પણ હાથ પગની વિવિધ કસરત નિયમિત કરવી જોઈએ તેમ ડો. મીરાલી સ્વાસ્થ્યની જડીબુટી આપતા જણાવે છે.