રાજકોટ : હાલ સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વધુ જોવા મળી રહ્યો છે ત્યારે આ કોરોના મહામારીને હરાવવા માટે સૌ કોઇ એક થઈને તેની સામે લડત ચલાવી રહ્યા છે. આવામાં રાજકોટના લોધિકા નજીક ચાંદલી ગામ ખાતે આવેલ ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા વિશ્વમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે સાત ધૂણી તપસ્યા કરવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વ કોરોના મહામરીને ભરડામાં છે ત્યારે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એવામાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા પાસે આવેલ ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી મહેશ્વરીનાથજી દ્વારા વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીના શાંતિ અર્થે 21 દિવસ સુધી મૌન વ્રત પાળી 7 ધૂણી તપસ્યાનો પ્રારંભ કરેલ છે. જેને લઈને મોટાભાગના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકો પણ આ ધાર્મિક કાર્યક્રમના દર્શનનો લાભ લેવા આવી રહ્યા છે.
મહંતશ્રી મહેશ્વરીનાથજી દ્વારા આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે કોરોના મહામારીથી લોકોને છુટકારો મળે અને વિશ્વ શાંતિ માટે 21 દિવસ સુધી મૌન વ્રત ધારણ કરી 7 ધૂણી તપસ્યા શરૂ કરી છે. હાલ ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. તેમજ 40 ડિગ્રીથી વધુનું તાપમાન દરરોજ નોંધાઇ રહ્યું છે. તેવા સમયે રાજકોટના મહંત દ્વારા આકરા તાપની વચ્ચે પણ લોકોના સુખાકારી માટે 7 ધૂણી તપસ્યા શરૂ કરવામાં આવી છે.
" isDesktop="true" id="1088108" >
જે રીતે રાજકોટ સહિત ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે વધતા જતા કોરોનાના કેસ તમામ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. લોકો આયુર્વેદિક એલોપથી અને અલગ-અલગ ઉપચારો દ્વારા રોગ સામે રક્ષણ મેળવવા મથી રહ્યા છે. ત્યારે સાધુ સંતો પણ કોરોના રોગ સામે રક્ષણ મેળવવા અને કોરોના રોગ દૂર થાય તેના માટે સાધના કરી રહ્યા છે.