ટીંબળીમાં દલિત લોકોને લગ્નમાં સાફા કઢાવતા વિવાદ

૬ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે દલિત સમાજના આગેવાનોએ માગણી કરી...

૬ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે દલિત સમાજના આગેવાનોએ માગણી કરી...

 • Share this:
  પાટણકાંડ બાદ ટીંબળી ગામે લગ્ન પ્રસંગમાં ઉતરાવતા દલિત સમાજના લોકો લાલઘૂમ થયા છે આજે ખંભાળિયામાં આ ઘટનાને પગલે દલિતો મોટી સંખ્યામાં રસ્તા પર આવી ગયા હતા અને બાદમાં રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

  દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવેલ ટીંબળી ગામે દલિત સમાજના લોકોને લગ્નમાં સાફા કઢાવતા વિવાદ સર્જાયો હતો આ વિવાદને પગલે દલિત સમાજના લોકોએ જામખંભાળિયામાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ટીંબળી દલિત આગેવાન કરશનભાઈએ કહ્યું કે, અમારે ત્યાં લગ્ન પ્રસંગ હતા. ત્યારે અમારે એવા ૬ વ્યક્તિ હતા કે અમારા જાનના સાફા ઉતરાવ્યા. અમારી જાનનું અપમાન કર્યું છે. હડધૂત કર્યા છે. આખું ગામ નહી ૬ લોકો હતા. જેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. હવે તેના આગળ પગલા લ્યો તેવી અપેક્ષા છે.

  જામનગર દલિત સમાજ પ્રમુખ માલશીભાઈ ધુલિયાએ કહ્યું કે, આજે જે ટીંબળીમાં જે પ્રસંગ બન્યો એ દલિત સમાજ માહેશ્વરી સમાજ માટે દુખદ અને લાંછનરૂપ છે. આ માટે સરકારશ્રીએ અને કલેકટર સાહેબને આવેદનપત્રમાં જણાવ્યું છે. કે જે જે આમાં દોષિત છે. જે લોકોએ સાફા ઉતરાવી અપમાન કર્યું છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી જે કઈ કલમો લાગે તે લગાડવી અને અમને ન્યાય મળે અને આવા કોઈ ભવિષ્યમાં બનાવ ન બને તેના માટે તાકીદની વ્યવસ્થા કરવાની.

  ટીંબળી ગામે દલિત સમાજના લોકોને લગ્ન પ્રસંગે સાફા ઉતરાવવાની આ ઘટનામાં જવાબદાર ૬ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે દલિત સમાજના આગેવાનોએ માગણી કરી અધિક કલેકટર હિરેન વ્યાસને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

  દ્વારકા અધિક કલેકટર હિરેન વ્યાસે જણાવ્યું કે, સમસ્ત દલિત સમાજ તરફથી આવેદનપત્ર મળ્યું છે. જેમાં જે રજૂઆત કરી છે. તેમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેની સામે અસંતોષ હતો તેવા તમામ ૬ લોકોને ઝડપી એટ્રોસિટી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, અને દલિત સમાજને આશ્વાશન પણ આપેલ છે, અને તમામ દલિત સમાજને પોલીસ તંત્ર સાથે જ છે. અને ગામમાં પેટ્રોલિંગ વધારવા સૂચનાઓ પણ આપી છે.

  આ તકે અધિક કલેકટર દ્વારા દલિત સમાજના આગેવાનોને આસ્થા સમગ્ર ઘટના અંગે તંત્ર દ્વારા પગલાં લેવાયાં છે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે. ત્યારે પાટણ કાંડ બાદ આ મુદ્દે દલિત સમાજમાં ફરી અરાજકતા ફેલાય નહી તે માટે તંત્રએ પગલા ભર્યા છે.
  Published by:kiran mehta
  First published: