કચ્છ યુનિવર્સિટી 12 મહિના 22 દિવસથી ચાલે છે રામ ભરોસે


Updated: January 24, 2020, 7:43 PM IST
કચ્છ યુનિવર્સિટી 12 મહિના 22 દિવસથી ચાલે છે રામ ભરોસે
કચ્છ યુનિવર્સિટી (ફાઈલ ફોટો)

કચ્છ યુનિવર્સિટીમા 46 કોલેજો છે. અને 22 હજારથી વધુ વદ્યાર્થીઓ છે. ત્યારે કુલપતિ વગરની યુનિવર્સિટી ચાલી રહી છે.

  • Share this:
કચ્છ યુનિવર્સિટી છેલ્લા 12 મહિના અને 22 દિવસથી રામ ભરોષે ચાલે છે. કારણ કે એક વર્ષ અને 22 દિવસ વિતી જવા છતા પણ કુલપતિની નિમણુક કરવામાં આવી નથી. કચ્છ યુનિવર્સિટીમા 46 કોલેજો છે. અને 22 હજારથી વધુ વદ્યાર્થીઓ છે. ત્યારે કુલપતિ વગરની યુનિવર્સિટી ચાલી રહી છે. જોકે કુલપતિની પસંદગી માટે 9 ઓગસ્ટ 2018ના સર્ચ કમિટીની નિમણુક કરવામાં આવી હતી, સર્ચ કમિટીએ તમામ પક્રિયા કરીને સીલ બંધ કવરમાં કુલપતિ માટનું નામ આપી દિધુ હતુ, અને જરૂરી પ્રકિયા પૂર્ણ કરીને નામ જાહેર કરવાનુ હતુ. પરંતુ કુલપતિની નિમણુક કરવાના બદલે સરકારે સમગ્ર પ્રકિયાને રદ કરી નાખી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, સરકારને પોતાને મનગમતા નામો ન આવતા સરકારે સમગ્ર પ્રકિયાને રદ કરી નાખી છે, અને આની બીજી વખત કચ્છ યુનિવર્સિટીમા ઘટના બની છે. જોકે લાંબા સમયથી કુલપતિ વગરની યુનિવર્સિટીના કારણે શિક્ષણની સ્થિતિ કથડી છે, અને વધુમા કહ્યુ હતુ કે, 12 મહિના 22 દિવસથી કુલપતિ વગર રામ ભરોસે યુનિવર્સિટી ચાલે છે. ક્યારેક રજીસ્ટાર ઈનચાર્જ સંભાળે, તો ક્યારેક પરિક્ષા નિયામક ઈનચાર્જ સંભાળે, અહીં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. કચ્છ યુનિવર્સિટીમાં સૌથી મોટી ગોઠવણ તમામ પ્રકારના પત્ર વ્યવહાર કુલપતિના પીએ કરતા હતા એ પણ એક તપાસનો વિષય છે. આ બધુ કચ્છ યુનિવર્સિટીના કાયદાની વિરુધ્ધ છે.

તો સર્ચ કમિટીના એક સભ્યે મેલ કરીને કહ્યુ હતુ કે, કુલપતિની લાંબા સમયથી નિમણુક ન થવાના કારણે યુનિવર્સિટીની સ્થિત કથડી ગઈ છે. ગંભીર પ્રકારના મેલ પછી સરકાર નિમણુક કરવાના બદલે સર્ચ કમિટીની પ્રકિયાને રદ કરી છે, અને યુજીસીના માપદંડ પ્રમાણે સરકાર કુલપતિની નિમણુક કરતી નથી, યુજીસીના ધારા ધોરણનુ કેમ પાલન કરવામાં આવતુ નથી, અને કુલપતિની નિમણુકમાં સરકારને કેમ વિશેષ રસ પડે છે.

મહત્વપૂ્ણ છે કે, રાજ્યની યુનિવર્સિટીઓમા કુલપતિની નિકણુક કરવા માટે સરકાર દ્વારા સર્ચ કમિટી નિમાય અને રાજ્યપાલ કુલાધિપતિ હોય છે. પરંતુ સર્ચ કમિટીની કવાયતમાં એક નિર્ણયના કારણે પાણી ફળીવ્યુ. કારણ કે અનેક બેઠકો અને નામની પસંદગીનુ સીલ બંધ કવર આપ્યા બાદ નામની જાહેરાત થવાના બદલે કમિટીની પ્રકિયાને રદ કરી દિધી છે. ત્યારે 12 મહિના 22 દિવસથી રામ ભરોષે ચાલતી યુનિવર્સિટીને ક્યારે કલુપતિ મળશે તે પણ એક સવાલ છે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading