જામનગરમાં હોમગાર્ડના પોસ્ટલ મતદાનમાં થયેલ વિવાદનો મામલો મતદાન પૂર્વે ફરી વકર્યો

જામનગરમાં હોમગાર્ડના પોસ્ટલ મતદાનમાં થયેલ વિવાદનો મામલો મતદાન પૂર્વે ફરી વકર્યો
જામનગરમાં હોમગાર્ડના પોસ્ટલ મતદાનમાં થયેલ વિવાદનો મામલો મતદાન પૂર્વે ફરી વકર્યો

કલેક્ટર કચેરીએ જ કોંગ્રેસના ધારાસભ્ય સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ અડિંગો જમાવી દેખાવો કર્યા

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં હોમગાર્ડના પોસ્ટલ મતદાનમાં થયેલ વિવાદનો મામલો મતદાન પૂર્વે ફરી વકર્યો છે. કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગણી કરવામાં આવી છે. કલેક્ટર કચેરીએ જ કોંગ્રેસના ધારાસભ્ય સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ અડિંગો જમાવી દેખાવો કર્યા છે.

    જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિતના આગેવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ધારાસભ્ય વિક્રમ માડમે ચૂંટણી પહેલા જ કલેકટર કચેરીએ કોંગ્રેસી કાર્યકરો સાથે વિરોધ શરૂ કર્યો હતો. તાજેતરમાં 17 ફેબ્રુઆરીએ જામનગરના હોમગાર્ડ ઓફિસમાં મતદાન પ્રક્રિયામાં વિવાદ થયો હતો અને 400 જેટલા હોમગાર્ડના પોસ્ટલ મતો રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી 19 ફેબ્રુઆરીએ હોમગાર્ડનું મતદાન પણ થયું છે. તેવામાં કોંગ્રેસી ધારાસભ્યય વિક્રમ માડમ સહિતના અગ્રણીઓએ મતદાન પૂર્વે કલેકટર સામે ગંભીર આક્ષેપો કરી મતદાન નિષ્પક્ષ નહીં થાય તેવો અંદેશો વ્યક્ત કર્યો છે. બેલેટ પેપરથી હોમગાર્ડની ચૂંટણી પ્રક્રિયાને લઈને ગંભીર આક્ષેપ થતા સમગ્ર મામલો ગરમાયો છે.



    આ પણ વાંચો - શહેરી મતદારો કોને આપશે સત્તા, રવિવારે 6 મહાનગરપાલિકાઓમાં મતદાન

    જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ઉપરાંત મહાનગરપાલિકાના તત્કાલીન વિપક્ષી નેતા અલતાફ ખફી અને અસલમ ખીલજી સહિતના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સાથે કલેકટર કચેરીમાં કલેકટર ભાજપના પીઠ્ઠું છે એવા નારા લગાવ્યા હતા. 17 ફેબ્રુઆરીએ થયેલ હોમગાર્ડના પોસ્ટલ મતદાનને લઈને શા માટે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નથી થઈ તેવા સવાલો સાથે આક્ષેપ થતા ચૂંટણી પહેલાં જ ગરમાવો જોવા મળ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:February 20, 2021, 23:26 pm

    ટૉપ ન્યૂઝ