Home /News /gujarat /

Kutch: કાપડના રોલમાં છુપાવી 375 કરોડનું ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું, ગુજરાત ATS દ્વારા કરવામાં આવ્યું નિષ્ફળ

Kutch: કાપડના રોલમાં છુપાવી 375 કરોડનું ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું, ગુજરાત ATS દ્વારા કરવામાં આવ્યું નિષ્ફળ

એટીએસ

એટીએસ કર્મચારીઓએ કલાકો સુધી કાપડના રોલની તપાસ કરી ડ્રગ્સ શોધી કાઢ્યું

સોમવારે ફરી એક વખત મુન્દ્રા પોર્ટ (Mundra Port) ઉપરથી એક નવા ઢબે ઘુસાડવામાં આવેલું કરોડો રૂપિયાનું હેરોઇન ગુજરાત એન્ટી ટેરરિઝમ (Gujarat ATS) સ્કવોડ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. 

  Dhairya Gajara, Kutch: ભારતમાં માદક પદાર્થો ઘુસાડવા (Drugs Smuggling) કચ્છ ગેટવે બની ગયું છે. છેલ્લા થોડા વર્ષોથી કચ્છના દરિયામાંથી તરીને સમુદ્ર કિનારે આવતા ચરસના પેકેટ (Kutch Hashish) હોય કે પોર્ટ પર આવતા માલ સાથે ઘુસાડવામાં આવતો હેરોઇન અને કોકેનનો જથ્થો હોય કે પછી પાકિસ્તાન તરફથી આવતો અને મધદરિયે પકડાતો હેરોઇનનો જથ્થો, કચ્છમાં અનેક રીતે માદક પદાર્થો ઘુસાડવાના પ્રયાસ આંતરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યા છે. ત્યારે સોમવારે ફરી એક વખત મુન્દ્રા પોર્ટ (Mundra Port) ઉપરથી એક નવા ઢબે ઘુસાડવામાં આવેલું કરોડો રૂપિયાનું હેરોઇન ગુજરાત એન્ટી ટેરરિઝમ (Gujarat ATS) સ્કવોડ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.

  ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રનનાને પંજાબ પોલીસના અધિકારીઓ તરફથી બાતમી મળી હતી કે, “મુન્દ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડેલ છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે અને આ કન્ટેનર મુદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે\", જે બાતમીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા વિકસિત કરી સંદિગ્ધ કન્ટેનર અંગેની સચોટ માહિતી મેળવી, તેના આધારે મુન્દ્રાના ઓલ કાર્ગો સી.એફ.એસ (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે દરોડો પાડ્યો હતો.

  Kutch Drugs

  મુન્દ્રા પોર્ટ નજીક આવેલા આ ખાનગી સી.એફ.એસ.માં રખાયેલા કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ ચાર હજાર કિલોગ્રામ કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું, જે 540 રોલમાં વીંટાળેલ હતું. પોલીસ દ્વારા કાપડના રોલની ઝીંણવટભરી તપાસ કરતા 540 રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલ કુલ 75.300 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યું હતું. સ્થળ ઉપર હાજર એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલ માદક પદાર્થ હાઈ પ્યોરીટીનો હેરોઇન હોવાનું જાણવા મળેલ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ. 376.5 કરોડની થાય છે.

  આ પણ વાંચો- હજુ 4 દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે, હવામાન વિભાગે 2 દિવસનું રેડ એલર્ટ આપ્યું

  તો આ હેરોઈનના જથ્થા મુદ્દે વધુ વિગતો આપતા એ.ટી.એસ. દ્વારા જણાવાયું હતું કે આ જથ્થો યુનાઈટેડ આરબ અમિરાતના અજમાન ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવેલ હતો અને તે પંજાબ મોકલવામાં આવનાર હતો.

  Kutch Drugs

  આ જાપ્તાની નોંધનીય બાબત એ છે કે આ વખતે આરોપીઓ દ્વારા નવી મોડસ ઓપરેન્ડી બનાવી અનોખી રીતે ડ્રગ્સ ઘુસાડવાનું પ્રયત્ન કર્યો હતો. આ હેરોઇનનો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વિંટાડેલ હતો તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી સેલોટેપ દ્વારાપેક કરેલ હતો. તેમજ પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.

  ઉલ્લેખનીય છે કે અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલ કોકેનનો જથ્થો પણ એક અનોખી રીતે ઘુસાડવામાં આવ્યો હતો. ટેલકમ પાઉડરનું નામ જાહેર કરી પાઉડર સાથે કોકેન મિશ્રિત કરી તેને કન્ટેનર મારફતે મોકલવામાં આવ્યું હતું. મહિનાઓથી માદક પદાર્થ ભરેલો જથ્થો મુન્દ્રાના એ.વી. જોશી સી.એફ.એસ. ખાતે પાડયો રહ્યો હતો. તો ભારતમાં આ જથ્થો મેળવી તેને ફિલ્ટર કરી કોકેન અલગ પાડવામાં આવે તે પહેલાં જ ઇન્ટેલિજન્સના આધારે દરોડો પાડી કોકેન જપ્ત કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- જમવાના બહાને સગીરવયના બાળકનું અપહરણ કરી પોસ્કોના આરોપીએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  તો તેની અગાઉ પણ બે વખત જખૌ પાસેના દરિયામાંથી ડ્રગ્સનું પરિવહન કરતા માછીમારો પણ પકડાયા હતા. આ માછીમારો પોતાની માછીમારી બોટમાં ડ્રગ્સનો જથ્થો લઇ આંતરાષ્ટ્રીય જળ સીમા સુધી આવી ભારતથી ડ્રગ્સ મેળવનાર લોકોને હસ્તગત કરે તે પહેલા જ કોસ્ટગાર્ડ, અને એ.ટી.એસ. જેવી એજન્સીઓ દ્વારા તેમને મધદરિયે પકડી પાડવામાં આવ્યો હતો.
  First published:

  Tags: Kutch, Kutch Crime, Kutch news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन