liveLIVE NOW

કચ્છમાં રાહુલ ગાંધીનો હુંકાર, નોટબંધીને લઇને PM મોદી પર કર્યા પ્રહાર

  • News18 Gujarati
  • | April 18, 2019, 19:35 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO

    હાઇલાઇટ્સ

    19:40 (IST)

    ભુજમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ ન્યાય યોજના બનાવી છે આ કોઇ નરેન્દ્ર મોદીના 15 લાખના ખોટા વાયદાની જેવો નથી

    18:59 (IST)

    જૂનાગઢમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધી કચ્છ પહોંચી ગયા છે. અહીં તેઓ ભુજમાં ચૂંટણી સભા સંબોધશે. રાહુલ ગાંધીને સાંભળવા માટે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 

    17:27 (IST)

    રાહુલે કહ્યું કે અમારી સરકાર બની તો અમે યુવાનોને સ્ટાર્ટ અપ કરવા માટે મદદ કરીશું. આ માટે યુવાનોએ સરકારની મંજૂરી લેવી નહીં પડે. ધંધો સારો ચાલે એટલે ત્રણ વર્ષ પછી મંજૂરી લેવાની રહેશે. 

    17:26 (IST)

    રાહુલ ગાંધીએ જૂનાગઢના વંથલીમાં નોટબંધી, GST અને 15 લાખના વાયદાની વાત કરી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં રાહુલે કહ્યું કે નોટબંધીને કારણે મોટાપાયે રોજગાર નષ્ટ થયો છે, તો GSTને કારણે નાના વેપારીઓ બેરોજગાર થયા છે.

    17:14 (IST)

    અમે તમારા મનની વાત સાંભળીશું, પરંતુ અમે મોદીની જેમ પોતાના જ મનની વાત નહીં કરીએ. 

    17:13 (IST)

    રાહુલે કહ્યું કે અમે ચૂંટણી ઢંઢેરામાં જ સ્પષ્ટ લખ્યું છે કે અમારી સરકાર બનશે તો અમે દેશમાં બે બજેટ લાગુ કરીશું. જેમાં એક ખાસ બજેટ દેશના ખેડૂતો માટેનું હશે.

    17:12 (IST)

    રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકાર બનશે તો સૌપ્રથમ અમે દિલ્હીમાં એક કાયદામાં ફેરફાર કરીશું લોન ન ભરવા પર જેવી રીતે હાલમાં ખેડૂતોને જેલમાં બંધ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ અમે કાયદામાં સુધારો કરી ભારતના કોઇપણ ખેડૂતને જેલમાં બંધ કરવામાં નહીં આવે.

    17:9 (IST)

    રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું કે અમે મોદીની જેમ  15 લાખ રૂપિયાનો ખોટો વાયદો નહીં કરીશું, અમે જે વાયદા કર્યા તે પૂરા કર્યા, હવે અમારી સરકાર બનશે તો અમે ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરીશું

    17:6 (IST)

    રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારી પાર્ટીની થિન્ક ટેન્કને એવી યોજના બનાવવાનું કહ્યું જેનાથી સીધા ગરીબોના ખાતામાં પૈસા જમા થશે. અમે NYAY યોજના બનાવી જેનાથી ગરીબોના ખાતામાં સીધા વર્ષે 72 હજાર રૂપિયા જમા થશે. 

    17:1 (IST)

    રાહુલે કહ્યું કે અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, છત્તીસગઢમાં કરેલા વાયદા કોંગ્રેસે પૂર્ણ કર્યા.

    ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ગુરુવારથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં ત્રણ ચૂંટણી રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધી પણ બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન, જૂનાગઢના વંથલી, કચ્છના ભૂજ, અને સુરતના બારડોલીમાં સભા સંબોધશે.

    રાહુલ ગાંધીનો બે દિવસનો કાર્યક્રમ

    રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી સીધા જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર બપોરે 3.30 કલાકે આવ્યા હતા.. જૂનાગઢથી તેઓ બાય રોડ વંથલી પહોંચ્યા હતા.. અહીં સાંજે ચાર વાગે જૂનાગઢ અને પોરબંદર લોકસભાના મતદારોને સંબોધન કર્યું હતું.. રાહુલ ગાંધી જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર પૂંજા વંશ માટે પ્રચાર કરશે. ત્યાર બાદ તેઓ વિમાન માર્ગે ભૂજ જશે. રાહુલ સાંજે 6.15 કલાકે ભૂજમાં નરેશ મહેશ્વરી માટે સભા સંબોધશે. જે બાદમાં તેઓ અહીંથી દિલ્હી જવા માટે રવાના થશે. શુક્રવારે તેઓ સવારે સુરત એરપોર્ટ આવશે. 19મી એપ્રિલના રોજ તેઓ સવારે 10 વાગ્યે બારડોલીના બીજાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે..
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन