થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને કોંગ્રેસે જવાબદારી સોંપી છે. કોંગ્રેસે નયનાબાને જામનગરના મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં હવે રાજકીય મતભેદોની ચર્ચા ચાલી રહી છે, થોડા સમય પહેલા જ રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા હતા, તો રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરી ભાજપને સપોર્ટની જાહેરાત કરી હતી.
દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જોડાયા હતા. એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. રાજકોટનાં કાલાવાડ ખાતે લોકસભાનાં ઉમેદવાર મૂળુ કંદોરિયાનાં સમર્થનમાં યોજાયેલ સભામાં નયનાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
ભાસ્કર.કોમના રિપોર્ટ પ્રમાણે એવો પ્રશ્ન કરાયો હતો કે, નણંદ ભોજાઈ અલગ અલગ પક્ષમાં છે તે મામલે રવીન્દ્ર જાડેજાનું શું કહેવું છે તે મામલે નયનાબાએ જણાવ્યું હતું કે ‘રવીન્દ્રનો શિડ્યૂલ હાલ બહુ વ્યસ્ત છે એટલે વાત થઇ શકી નથી તે થોડો ફ્રી થશે એટલે તેની સાથે વાત કરશે.’
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર