રાજકોટ : એની સાથે લગ્ન કરીશ તો મારી નાંખીશ તેમ કહી ધમકી આપી મારઝુડ કરી

રાજકોટ : એની સાથે લગ્ન કરીશ તો મારી નાંખીશ તેમ કહી ધમકી આપી મારઝુડ કરી
પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે એક શખ્સને શોધી કાઢયો છે.

પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે એક શખ્સને શોધી કાઢયો

  • Share this:
રાજકોટ : રાજકોટના મવડી પોલીસ હેડકવાર્ટરના ગેઇટ નજીક જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશિપ પાસે સાકેત હાઇટ્સમાં રહેતાં અને કોલ્ડસ્ટોરેજ ચલાવતાં નિરજભાઇ બાણુગારીયા નામના યુવાનને પાંચ દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ આવી લાકડીથી માર મારી ગાળો દીધી હતી. આ સિવાય કહ્યું હતું કે એની સાથે લગ્ન કરવા છે એમ? જો લગ્ન કરીશ તો મારી નાંખીશ તેમ કહી ધમકી આપી બાઇકમાં બેસાડી થોડે દૂર લઇ જઇ ફરીથી માથાકુટ કરતા આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે એક શખ્સને શોધી કાઢયો છે.

બનાવ અંગે પોલીસે નિરજભાઇની ફરિયાદ પરથી રાજકોટના સાગર રમણિકભાઇ વીરડીયા તથા તેની સાથેના સાતથી નવ અજાણ્યા સામે આઇપીસી ૩૬૫, ૩૨૩,૫૦૬ (૨), ૫૦૪, ૧૪૩, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે મારે ભરૂડી ટોલનાકા પાસે મહારાજા કોલ્ડ સ્ટોરેજ નામે વેપાર છે. મારી સગાઇ સુરત ખાતે થઇ છે અને હાલમાં હું રાજકોટ રહું છું. 2 તારીખના હું ઘરેથી કપડા લેવા બાઇક લઇને નીકળ્યો હતો. મવડી ગામ તરફ કોપર સેન્ડ એપાર્ટમેન્ટ સામે પહોંચતા એક ટુ વ્હીલરમાં શખ્સ આવ્યો હતો અને મને રોકીને ગાળ કેમ દીધી? તેમ કહી મને બે લાફા મારી દીધા હતાં. ત્યાં બીજા વ્યકિતઓ પણ આવ્યા હતાં. તેણે મને તું એની સાથે લગ્ન કરીશ? તેમ પુછ્યું હતું અને તેની સાથેના શખ્સોએ મને ઢોર માર માર્યો હતો.આ પણ વાંચો - ઈફકોએ ડીએપી ખાતરની બેગના 1200 રૂપિયાથી વધારી 1900 કર્યા

આ વખતે હેડકવાર્ટરના કોઇ બહેનો નીકળતાં તેણે આ શખ્સોને આને મારો નહીં તેવુ કહ્યુ હતું. આથી આ શખ્સો છરી બતાવી મને બાઇકમાં બેસાડી અપહરણ કરી દૂર લઇ ગયા હતાં. ત્યાં ખાલી પ્લોટમાં લઇ જઇ ફરીથી માર માર્યો હતો. ગુલાબી શર્ટ પહેરેલા શખ્સે તું એની સાથે લગ્ન કરીશ તો તને ઘરે આવીને જાનથી મારી નાંખીશું તેમ કહીં ધમકી આપી હતી. હું જીવના જોખમે ગમે તેમ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. એ લોકો ગોલ્ડનેસ્ટ એપાર્ટમેન્ટ સુધી પાછળ આવ્યા હતાં અને મારો વીડિયો તેના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો.

મારને કારણે ચહેરા પર ઇજા થઇ હતી. તેમજ પગ, પીઠ ઉપર પણ ઇજા થઇ હતી. ઘટનામાં આઠ, દસ શખ્સો હતાં. તેમાંથી એકને મેં ઓળખી લીધો છે. જેનું નામ સાગર રમણીકભાઇ વીરડીયા છે. બીજાને પણ હું ચહેરા ઓળખી શકુ તેમ છું. અગાઉ મેં અરજી આપી હતી હવે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આરોપીઓના ચહેરા દેખાયા છે. તેના આધારે તપાસ આગળ વધારવામાં આવી છે. આ હુમલો કરનારા કોણ? તેની તપાસ થઇ રહી છે. સકંજામાં લેવાયેલા સાગરની પુછતાછ કરવાની બાકી છે. વિશેષ પુછતાછમાં બીજા આરોપીઓના નામ ખુલશે.
Published by:Ashish Goyal
First published:April 07, 2021, 23:20 pm

ટૉપ ન્યૂઝ