1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે

News18 Gujarati
Updated: September 15, 2020, 1:53 PM IST
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે
પ્રતિકાત્મક તસવીર

CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

  • Share this:
મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ (CM Vijay Rupani) ગુજરાતના મહત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. હવે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ બનશે. CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી રુપાણીએ આ પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, યુ.કે.સ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. મુખ્યમંત્રી રુપાણી જીઆઈડીબીના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે.

ટર્મિનલની CNGની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે

વિશ્વના સૌ પ્રથમ આ CNG ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે. આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન કરે છે અને વાર્ષિક 3 મીલીઅન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે.

બંદર પર અનેક ફેરફાર થશે

ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલીઅન મેટ્રીક ટન થશે. જેમાંથી 6 મિલિઅન આ પ્રોજેકટની હશે.કોણ કરી રહ્યું છે રોકાણ?

યુ.કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રુ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રુ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રુ.1900 કરોડનું મૂડી રોકાણ કરશે. આ દરખાસ્તને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં રાજય સરકારની બૂટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે. ફોરસાઇટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આ ટર્મિનલ સ્થાપવા માટે જરુરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબ્લિીટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સી.એન.જી. વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પણ પૂર્ણ કરવામાં આવેલ છે.

આ પણ જુઓ - 

ગુજરાત માટે ગૌરવની વાત

આ પ્રોજેકટમાં રુ.500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે. આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે. જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે સી.એન.જી. ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકીત થવા જઇ રહ્યું છે તે ગુજરાત રાજય માટે એક ગૌરવરુપ વિકાસની ઘટના બની રહેશે.

આ પણ વાંચો - NIAએ ISI એજન્ટની કરી ધરપકડ, ગોધરામાં રહીને પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી
Published by: Kaushal Pancholi
First published: September 15, 2020, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading