જૂનાગઢના મિનિ કુંભમેળામાં પહોંચ્યા યોગી આદિત્યનાથ

News18 Gujarati
Updated: March 1, 2019, 8:24 PM IST
જૂનાગઢના મિનિ કુંભમેળામાં પહોંચ્યા યોગી આદિત્યનાથ

  • Share this:
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જૂનાગઢ કુંભમેળાની મુલાકાતે આવ્યા હતા. યોગી આદિત્યનાથ રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં બાય રોડ જૂનાગઢ પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે ઇન્દ્રભારતી બાપુના આશ્રમ અને અન્નક્ષેત્રોની મુલાકાત લીધી હતી. બાદમાં યોગી આદિત્યનાથ ભવનાથ મંદિરમાં દર્શન કરી સંત સભા સંબોધી હતી. જેમાં તેણે કહ્યું હતું કે જાતિ ક્ષેત્રે લિંગનો ભેદ ન હોય એ જ કુંભ છે.'

વિજય રૂપાણી રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેની તબીયત અસ્વસ્થ થતાં જ તેઓએ જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો. રૂપાણીને નબળાઇ લાગતા જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સહિતની વ્યવસ્થા કરાઇ હતી અને બાદમાં ગાંધીનગર જવા રવાના થય હતા.

આજે રાત્રે બોલિવૂડ સીંગર કૈલાશ ખેર જૂનાગઢ આવી રહ્યા છે. રાત્રે 8થી 11 વાગ્યા સુધી પ્રકૃતિધામ ખાતે તેનો કાર્યક્રમ યોજાશે. 70 મોટા સ્પિકર સાથે 4.80 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવી છે. 9 હજાર લોકો બેસીને તેનો કાર્યક્રમ નિહાળી શકશે. કૈલાશ ખેર ગીતો ગાઇને લોકોને ડોલાવશે.
First published: March 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading