રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા વિશાળ મધ્યાહન ભોજન રસોઇઘરનું સીએમ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા વિશાળ મધ્યાહન ભોજન રસોઇઘરનું સીએમ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન
રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું

રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું

  • Share this:
    કિંજલ કારસરીયા, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યો હાથ ધરતી સહયોગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું છે. રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના બિન-સરકારી સંસ્થા (NGO) અક્ષય પાત્ર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ રસોઇઘરનું સંચાલન પણ આ સંસ્થા દ્વારા જ થશે. આજે ગુજરાતના  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું.

    મધ્યાહન ભોજન તૈયાર કરવા માટેના આ વિશાળ રસોઇઘરમાં દરરોજ 50,000 બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાય છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રસોઇઘરની ઇમારતના નિર્માણ, રસોઇમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવા માટે જરૂરી વાહનો ખરીદવા માટે કુલ રૂ. 8.5 કરોડની ફાળવણી કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિફાઇનરી કોમ્પલેક્સની આસપાસ આવેલા જામનગર અને લાલપુર તાલુકાના ગામોની શાળાઓને સહાય કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ એક કરોડ રૂપિયા પણ આપશે.



    કુલ 4800 ચોરસ મીટરના પ્લોટમાં નિર્માણ કરવામાં આવેલા આ ભવનનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 2965 ચોરસ મીટર છે. આ ઇમારતમાં નિર્માણ કરવામાં આવેલી સુવિધાઓમાં રિસેપ્શન એરિયા, ડ્રાય અને વેટ કિચન એરિયા, પ્રિ-પ્રોસેસિંગ એરિયા, પ્રોવિઝન સ્ટોર, સ્ટોર રૂમ, ગોડાઉન, ચેન્જિંગ રૂમ, બોઇલર રૂમ, ફર્સ્ટ-એઇડ રૂમ, ડોરમેટરી, મલ્ટીપર્પઝ હોલ, ગેસ્ટરૂમ, એડમિનિસ્ટ્રેશન બ્લોક વગેરેનો સમાવેશ થાય છે.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યો હાથ ધરતી સહયોગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું


    આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, "આ વિશાળ રસોઇઘરની સુવિધાનું ઉદ્દઘાટન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી જામનગર સુધી આવ્યા એ આપણા બધા માટે ગૌરવની વાત છે. આપણા સમાજના હાંસિયામાં ધકેલાયેલા અને નબળા વર્ગના લોકોની જિંદગીની ગુણવત્તા બહેતર બનાવવા માટે રિલાયન્સ હંમેશા સમર્પિત છે. બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ ભોજન પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાળકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનને મદદ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ."

    આ પણ વાંચો - રામ મંદિર માટે દાનનો ધોધ વહ્યો, ગોવિંદ ધોળકિયાએ 11 કરોડ, જયંતી કબુતરાવાલાએ 5 કરોડ આપ્યા

    આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટીર ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર અને દેવભૂમિ-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર  સતિષ પટેલ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના જગમોહન કૃષ્ણદાસાનો સમાવેશ થાય છે.

    રિલાયન્સ ફાઉન્ડેશન વિષે

    રિલાયન્સ ફાઉન્ડેશન (આર.એફ.) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સખાવતી સંસ્થા છે, જેનો હેતુ રાષ્ટ્રના વિકાસ પથમાં રહેલા પડકારોને સ્થાયી અને નવીન ઉપાયોથી પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. નીતા અંબાણીના અધ્યક્ષ પદ હેઠળ ચાલતી રિલાયન્સ ફાઉન્ડેશન પ્રારંભથી જ છેવાડાના સમુદાયો માટે જીવનની સમગ્રલક્ષી સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પરિવર્તનલક્ષી ફેરફારો પૂરા પાડવા અથાગ કામગીરી કરી રહી છે. ભારતની સૌથી વિશાળ સામાજિક પહેલોમાં સ્થાન ધરાવતી આર.એફ. ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમત ગમત, આપત્તિ નિવારણ, શહેરી નવીનીકરણ અને કલા સંસ્કૃતિ તેમજ વારસાના ક્ષેત્રોમાં રાષ્ટ્ર વિકાસ પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 37,000 ગામો અને કેટલાક શહેરી ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં ત્રણ કરોડ સાઇઠ લાખથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:January 15, 2021, 21:30 pm

    ટૉપ ન્યૂઝ