જૂનાગઢની જનતાએ અમને જે આપ્યું તેના કરતાં સવાયું પાછું આપીશું :રૂપાણી

News18 Gujarati
Updated: July 24, 2019, 12:34 PM IST
જૂનાગઢની જનતાએ અમને જે આપ્યું તેના કરતાં સવાયું પાછું આપીશું :રૂપાણી
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કોંગ્રેસ હવે નેતા, નીતિ વિહોણું ડુબતું નાવ છે.

જૂનાગઢ મનપામાં ભવ્ય જીતની ઉજવણી અંતર્ગત સીએમ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ વાઘાણીની વિજય સભા યોજાઈ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જૂનાગઢ મહાનગર સેવાસદનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. 59 બેઠકોની મનપામાં ભાજપે 54 બેઠકો જીતતા પરિણામ જાહેર થયાના 24 કલાકમાં જ સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી જૂનાગઢ આવ્યા હતા. આજે શહેરની બાહુદ્દીન કોલેજના પટાંગણમાં યોજાયેલી વિજયોત્સવ સભાને સંબોધતા મુખ્ય મંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આટલી મોટી જીત બાદ અમારી જવાબદારી પણ વધે છે. જૂનાગઢની જનતાએ અમારા પર વિશ્વાસ મૂકીને જે આપ્યું છે તેના કરતા સવાયું વિકાસ કરી અને પરત આપીશું.

વિજય રૂપાણીએ જણાવ્યું, “ લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતી અને ગઈકાલે જૂનાગઢની જનતા છપ્પરફાડીને મત આપીને ભાજપની ઝોળી છલકાવી દીધો છે. જૂનાગઢની જનતાએ કોઈ પણ જાતના ભ્રામક પ્રચારમાં આવ્યા વગર ભાજપને મત આપ્યો છે. હું જનતાને ભરોસો આપવા આવ્યો છું, તમે જે ભરોસો મૂક્યો છે તે એળે નહીં જાય, તમે જે ઋણ અદા કર્યુ છે તેનાથી સવાયું પાછું આપીશું. મુખ્ય મંત્રી તરીકે વિશ્વાસ અપાવું છું. જૂનાગઢને જે જોઈએ તે આપીશું. પૈસા આપીને અને વિકાસ કરીશું.”

આ પણ વાંચો :  રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, 26-28 જુલાઇ ભારે વરસાદ પડશે

સીએમ રૂપાણીએ જણાવ્યું કે જૂનાગઢને પર્યટક સ્થળ બનાવવાની વાત હશે કે ઉપરકોટની વાત હશે કે પછી નરસિંહ મહેતાની વાત હશે. સરકાર જૂનાગઢના તમામ કોર્પોરેટરોની સાથે રહેશે અને જૂનાગઢના વિકાસને ચરમસીમાએ લઈ જવાશે.

આ પણ વાંચો :  કિંજલ દવે બાદ હવે ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા BJPમાં જોડાશે

કોંગ્રેસ ડૂબતી નાવસીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો હાર સ્વીકારવાના બદલે લોકોને ગાળો દેવા નીકળા છે. જે પાર્ટી પ્રજાને ગાળો આપે તેનો વિકાસ થતો નથી. કોંગ્રેસ ડૂબતી નાવ છે હવે પ્રજાને વિપક્ષ તરીકે પણ કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો નથી. એક વાર ભૂતકાળમાં આપણે હારી ગયા હતા ત્યારે પ્રજાને ગાળો આપવા નહોતા નીકળ્યા ઉલટાનું વધારે મહેનત કરી અને વધારે સારૂ કામ કરીશું
First published: July 24, 2019
વધુ વાંચો
अगली ख़बर