શક્તિદૂત યોજના હેઠળ 75 ખેલાડીઓને 4.15 કરોડ રૂપિયાની સહાય અપાઈ : CM રૂપાણી

News18 Gujarati
Updated: June 30, 2019, 8:58 PM IST
શક્તિદૂત યોજના હેઠળ  75 ખેલાડીઓને 4.15 કરોડ રૂપિયાની સહાય અપાઈ : CM રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

રાજકોટમાં પાંચ દિવસીય 36મી ગ્લેનમાર્ક સબ જુનિયર-46મી જુનિયર એકવેટિક ચેમ્પીયનશિપ-2019નો સમાપન સમારોહ યોજાયો. મુખ્ય મંત્રી રૂપાણીએ તરણવીરોને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે 36મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને 46 મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-2019નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પીરીટની કવોલિટી વ્યકતિગત અને સામુહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ છે.ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે 36મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને 46 મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-2019નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પીરીટની કવોલિટી વ્યકતિગત અને સામુહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે બાળ સ્પર્ધકોને કહયું કે રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે તમારૂં ઘડતર કરશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેલાડીઓને તમામ સહાયતા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને શક્તિદૂત યોજના હઠેળ ખેલાડીઓની પ્રતિભાને નિખારવા સરકારે રાજ્યના 75 ખેલાડીઓને 4 કરોડ 15 લાખ રૂપિયાની સહાય કરી છે.

આ પણ વાંચો :  રાજ્યના મહાનગરોમાં વપરાયેલું 70 ટકા પાણી રિસાયકલ કરાશે : CM રૂપાણી

વિજય રૂપાણીએ રાજકોટને આવી રાષ્ટ્રીય સ્પર્ધાના ત્રણ વાર યજમાન બનવાનું ગૌરવ મળ્યુ છે તેનો હર્ષ વ્યક્ત કરતાં 32 રાજયોના 1200 સ્પર્ધકો સહીત સૌને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવકાર્યા હતા  મુખ્યમંત્રીએ જણાવ્યું કે સામાન્યતઃ કોઇ પણ ખેલ-રમતની સ્પર્ધામાં પરસેવો પાડીને સિધ્ધિના શિખરે પહોચાતું હોય છે. પરંતુ સ્વિમીંગ એ એક માત્ર એવી રમત છે, જે પાણીની શીતળતાના આનંદ સાથે સિધ્ધિઓ પ્રાપ્ત કરાવે છે.  રાજકોટમાં આયોજીત આ પાંચ દિવસીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહયો છે. આ સ્પર્ધામાં રાજયના 20 બોયઝ અને 17 ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  આ ખેલાડીઓએ 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.

આ પણ વાંચો :  પોરબંદર: આ છોકરીએ 4.20 કલાકમાં 1300 સૂર્યનમસ્કાર કરી બનાવ્યો અનોખો રોકોર્ડ

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના પુત્ર આર્યન નહેરાએ 400 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવીને નવો કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો છે. તેને પણ મુખ્યમંત્રીએ વધાવ્યો હતો. તેમણે  ઉમેર્યું કે ગુજરાતના જન-જનમાં રમત-ગમત પ્રત્યે આકર્ષણ જગાવવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભના માધ્યમથી ‘‘ખેલે ગુજરાત’’નો મંત્ર આપેલો. ખેલમહાકુંભમાં 2018માં 35 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 24 હજાર તો માત્ર સ્વીમીંગના ખેલાડીઓ હતા, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વિજય રૂપાણીએ રાજયના બાળકોને શાળા અભ્યાસ દરમ્યાન જ રમત-ગમતની સઘન તાલીમ આપી રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા દરેક તાલુકામાં ‘‘ઇન સ્કુલ’’ યોજના શરૂ કરી છે. તેની ભૂમિકા આપી હતી. પ્રતિભા સંપન્ન ખેલાડીઓની શક્તિને વિશેષ નિખારવા ‘‘શક્તિદૂત’’ યોજના અન્વયે રાજયમાં 75 ખેલાડીઓને 4 કરોડ 15 લાખની રાશિ અપાઇ છે, તેમ પણ  વિજય રૂપાણીએ કહ્યું હતું. તેમણે  જણાવ્યું હતું કે ‘‘શક્તિદૂત’’ યોજનામાં 15 સ્વીમર્સને 25 લાખ રૂપિયા સરકારે આપ્યા છે. આ યોજનાના 6 ખેલાડીઓ એશિયન ગેમ્સ-2018માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે.  મુખ્યમંત્રીએ પાછલા ત્રણ વર્ષમાં નેશનલ સ્કુલ ગેમ્સ, સ્વીમીંગ ફેડરેશનની સ્પર્ધાઓ વગેરેમાં રાજયના ખેલાડીઓએ 22 ગોલ્ડ, 17 સિલ્વર, 21 બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેની છણાવટ કરી હતી. તેમણે રાજકોટની આ સ્પર્ધામાં પસંદગી પામીને બેંગાલુરૂની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જનારા દરેક ખેલાડીને ભારતમાતાને ખેલ પ્રતિયોગીતાઓમાં સફળતાના ઉચ્ચ શિખરે પહોંચાડવાની તમન્ના રાખવા પ્રેરણા આપી હતી.
First published: June 30, 2019
વધુ વાંચો
अगली ख़बर