Video: CM ભૂપેન્દ્ર પટેલ રાજકારણમાં કઇ રીતે આવ્યા તે તપાસનો વિષય છે- સી. આર. પાટીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) પણ હાજર રહ્યા હતા.

  • Share this:
    બોટાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel ) આજે સવારે બોટાદ (Botad) જિલ્લાનાં ગઢડા ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે (BAPS Swaminarayan Temple, Botad) શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં. સીએમ પટેલે ગઢડા ખાતે નિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં. સ્વામી બ્રમ્હવિહારી સ્વામી તથા સંતગણે મુખ્યમંત્રીનું મંદિર પટાંગણમાં ઉષ્માભેર આવકાર્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) પણ હાજર રહ્યા હતા. જ્યાં સી.આર પાટીલે મુખ્યમંત્રીને ભોળા ગણાવ્યા હતા.

    પાટીલે કહ્યુ, 'સીએમ ખૂબ ભોળા અને સહજ છે'

    પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'આમ તો મુખ્યમંત્રી કઇ રીતે રાજકારણમાં આવી ગયા તે તપાસનો વિષય છે. ખરેખર ખૂબ ભોળા અને સહજ છે. અમારે તેમને ઘણીવાર અમારે ખભો પકડીને ચેતાવવા પડે કે, સાહેબ જરા જોજો, સામેવાળાથી ચેતવા જેવું છે. પરંતુ તેઓ એવું જ કહે છે કે, તેમની પર ઘણાંના આશીર્વાદ છે. ભલે તેની દાનત ખરાબ હશે પરંતુ તે છેતરીને પણ કાંઇ પામી શકશે નહીં. અને છેતરીને કાંઇ મેળવી શકશે નહીં. એવો તેમને આશીર્વાદ છે, કારણ કે, ઘણાંના આશીર્વાદ તેમની સાથે છે અને ગુજરાતની પ્રજાના પણ આશીર્વાદ તેમની સાથે છે. '



    સીએમ પટેલે કરી અધિકારીને ટકોર

    આ પ્રસંગે સીએમ પટેલે પ્રાસંગિક સંબોધન કરવાની સાથે સરકારી અધિકારીઓને તેમની કાર્યપ્રણાલીમાં સુધાર કરવાનું કહેતા કડક શબ્દોમાં ટકોર કરી હતી. મનમાની કરતા સરકારી બાબુને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતુ કે, લોકોના નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો, કારણ કે તમામ લોકો નિતી નિયમ જાણતા હોતા નથી. તેમણે સરાકારી અધિકારીઓની કાર્ય નિષ્ઠા પર સવાલ કરતા કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઇ જાય? એ વિચારવું જોઇએ. ભૂપેન્દ્ર પટેલે નીતિ નિયમોની આંટીઘુંટીમાં જનતા પરેશાન ન થાય તેવી સરળ કાર્ય પદ્ધતિથી કામ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અધિકારી જનતાની મદદ કરવાના બદલે તેમને નિતી નિયમોનો હવાલો આપીને ડરાવવાનું કામ ન કરે. જનતાને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવાની બદલે તેમની મદદ કરીને સરળ રસ્તો બતાવીને તેમને કામ પાર પાડવા જોઇએ.



    20 કરોડનાં ખર્ચે બન્યુ યાત્રિક ભવન

    નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ લીંબતરૂ યાત્રિક ભવનમાં 140 એ.સી.રૂમોની સગવડ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓ સાથેનાં આ યાત્રિક ભવનના નિર્માણથી યાત્રિકોની સગવડતામાં વધારો થશે.
    Published by:Kaushal Pancholi
    First published: