રામ મંદિર માટે રાજકોટથી દાનની સરવાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો

રામ મંદિર માટે રાજકોટથી દાનની સરવાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો
રામ મંદિર માટે રાજકોટથી દાનની સરવાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો

સમર્પણ નિધિ અભિયાનમાં ગુજરાતના લોકોને મંદિર નિર્માણ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપવા સીએમ રૂપાણીએ અપીલ કરી

  • Share this:
રાજકોટ : રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠીઓ અને દાતાઓના અભિવાદન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, ગુજરાતે પણ રામમંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાન શ્રીરામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે અને આજે પણ ભગવાન રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થઇ પાંચ લાખ રૂપિયાની રાશીનો ચેક ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાને મંદિર નિર્માણ કાર્ય અર્થે સમર્પણ કર્યો હતો. તેમણે આ તકે સમગ્ર દેશભરમાં ચાલી રહેલા સમર્પણ નિધિ અભિયાનમાં ગુજરાતના લોકોને મંદિર નિર્માણ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી હતી.આ પ્રસંગે ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ તેમનું મૌન વ્રત હોવાથી રેકોર્ડેડ વીડિયોના માધ્યમથી નિધિ મહા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઇને સમર્પણ યજ્ઞમાં આહુતિ આપવા પ્રેરક સંદેશ પાઠવ્યો હતો. ઘોઘાવદર સ્થિત દાસીજીવણની જગ્યાના મહંત શામળદાસજી બાપુએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. આર.એસ.એસ.ના ક્ષેત્ર સંઘચાલકજી જેન્તીભાઇ ભાડેસીયાએ કાર્યક્રમના પ્રારંભે રામ મંદિર નિર્માણ કાર્ય અને અભિયાનની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ સમર્પણ અભિયાન રાજકોટ મહાનગર અંતર્ગત ખાસ નિમંત્રિત શ્રેષ્ઠીઓએ સમર્પણ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

આ તકે દાતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, આર.એસ.એસ. પ્રાંત સંઘચાલકજી મુકેશભાઇ મલકાણ, વી.એચ.પી. સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ હરીભાઇ ડોડીયા, વી.એચ.પી. દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ દિનેશ નાવડીયા, આર.એસ.એસ. પ્રાંત પ્રચારક મહેશ જીવાણી, બીન અનામત આયોગના પૂર્વ ચેરમેન હંસરાજ ગજેરા, વી.એચ.પી. રાજકોટના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, અગ્રણી અને ગુજરાત સ્વાગત સમિતિના અધ્યક્ષ મૌલેશ ઉપાણી, કાર્યાધ્યક્ષ રામભાઇ મોરડીયા, રાજુભાઈ ધ્રુવ, સાંઇરામ દવે સહિત રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Ashish Goyal
First published:January 21, 2021, 23:24 pm

ટૉપ ન્યૂઝ