આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાના આયોજનને મંજૂરી અપાઈ છે ત્યારે કચ્છ જિલ્લામાં ઠેર ઠેર રંગબેરંગી ચણિયાચોળી સાથે ધંધાર્થીઓ પધાર્યા છે. અમદાવાદથી આવેલા આ ધંધાર્થીઓ ભુજમાં તાલુકા પંચાયત પાસે અને ઓલ્ફ્રેડ હાઇસ્કુલ પાસે ફૂટપાથ પર વહેંચાણ કરે છે. એક વર્ષ બાદ ગરબાના આયોજનને મંજૂરી મળતાં મોટી સંખ્યામાં લોકો ચણિયાચોળી અને કેડિયાની ખરીદી કરશે તેવી આશા છે. નવરાત્રિમાં ગરબે ઘુમવા માટે ખેલૈયાઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે બજારમાં અવનવી વેરાયટીઓ ચણિયાચોળીમાં જોવા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર