Home /News /gujarat /

રાજકોટ : 52 વર્ષનો વાસના ભૂખ્યો આધેડ સગીર પાસે હસ્તમૈથુન કરાવી રહ્યો હતો અને...

રાજકોટ : 52 વર્ષનો વાસના ભૂખ્યો આધેડ સગીર પાસે હસ્તમૈથુન કરાવી રહ્યો હતો અને...

વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિની અટકાયત કરી તેની વિરૂદ્ધ પોક્સો (Poxo)સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી (પ્રતિકાત્મક તસવીર)

Rajkot News -અવાવરું સ્થળે લઈ જઈ તરુણને હસ્તમૈથુન કરી આપવાનું કહ્યું, જો તે હસ્તમૈથુન નહીં કરી આપે તો તે તેને ઘરે પરત નહીં લઈ જાય તે પ્રકારની ધમકી પણ આપી

રાજકોટ : રાજકોટ (Rajkot)શહેરમાં વધુ એક ધ્રુણાસ્પદ કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં એક 52 વર્ષીય વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ 10 વર્ષના બાળકનું અપહરણ (Kidnapping)કરી તેની પાસે હસ્તમૈથુન (Masturbation)કરાવવાનો પ્રયાસ કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિની અટકાયત કરી તેની વિરૂદ્ધ પોક્સો (Poxo)સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતો દસ વર્ષના તરુણ રવિવારના રોજ તેના મિત્રો સાથે ક્રિકેટ રમીને ઘરે જતો હતો. આ સમયે તેના ઘર નજીકના વિસ્તારમાં રહેતા કેશુ દાના પરમાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. તેમજ ત્યારબાદ તરુણને મેલડી માતાના મંદિરે દર્શન કરવા જવાનું કહી તેને પોતાના બાઈકની પાછળ બેસાડી આજી ડેમ પાસે આવેલા મેલડી માતાના મંદિરે લઈ ગયો હતો. ત્યારબાદ દર્શન કરી મંદિરના ઉપરના ભાગે આવેલ ટેકરીના પાછળના ભાગે લઈ ગયો હતો. અવાવરું સ્થળે લઈ જઈ તરુણને હસ્તમૈથુન કરી આપવાનું કહ્યું હતું. તેમજ જો તે હસ્તમૈથુન નહીં કરી આપે તો તે તેને ઘરે પરત નહીં લઈ જાય તે પ્રકારની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો - જૂનાગઢ : કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

આ દરમિયાન બાજુમાં આવેલી દરગાહમાંથી કચરો લઈ બે મિત્રો ઇકબાલ અને ઇમરાન કચરો ફેંકવા દરગાહના પાછળના ભાગે ગયા હતાં. આ સમય દરમિયાન બાળકનો અવાજ સાંભળી જતા બંને તે દિશા તરફ ગયા હતાં. ત્યાં પહોંચે બંને મિત્રોએ જોયું તો કેશુ પરમાર બાળક પાસે હસ્તમૈથુન કરાવતો હતો. ત્યારબાદ બંને યુવકોએ તરુણને કેશુ પરમાર પાસેથી છોડાવી સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી.

આ પણ વાંચો - સુરત : મોલમાં એક સગર્ભા સહિત ચાર મહિલાએ ડ્રાયફ્રુટની ચોરી કરી, CCTVમાં થઇ ગઇ કેદ

આ દરમિયાન કેશુ પરમારના બાઈકમાં બેસી બંને યુવક કેશુ પરમાર અને તરુણને પોલીસ મથકે લઈ જતા હતા. આ દરમિયાન સર્વિસ રોડ પર કેશુ પરમારે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ બંને યુવાનોએ તેને ફરીથી પકડી લઈ થોરાળા પોલીસને સોંપ્યો હતો. બાદમાં સમગ્ર મામલાની જાણ તરુણના પિતાને કરવામાં આવતા તરુણના પિતા પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાર બાદ તરૂણના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કેશુ પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Rajkot News, Rajkot police, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन