ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવો વળાંક, પોલીસને મળ્યા પૂરાવા

News18 Gujarati
Updated: July 16, 2019, 7:10 AM IST
ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવો વળાંક, પોલીસને મળ્યા પૂરાવા
ખુશ્બુ

ઘટનાસ્થળેથી નમૂના મેળવ્યા બાદ ફોરેન્સીક રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે...

  • Share this:
રાજ્યમાં બહુચર્ચિત પોલીસ કોન્સ્ટેબલ અને ASI આપઘાત કેસમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યાં છે. ફોરેન્સીક રિપોર્ટમાં એક નવો જ ખુલાસો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે સૌપ્રથમ ખુશ્બુએ પહેલા કોન્સ્ટેબલ રવિરાજ પર ગોળી ચલાવી હતી, ત્યારબાદ પોતે આપઘાત કર્યો હતો.

11 જુલાઇએ રાજકોટના સરકારી આવાસમાંથી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજ જાડેજા અને મહિલા ASI ખુશ્બુ કાનાબારનો ગોળી વાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું કે રવિરાજે ખુશ્બુની સરકારી પિસ્તોલમાંથી ખુશ્બુની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હશે. મોતનું રહસ્ય ઉકેલવા માટે પોલીસ દ્વારા બેલેસ્ટિક એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ ASI-કોન્સ્ટેબલ કેસ : ખૂશ્બુની બહેને આત્મહત્યા કરી હતી, પરિવારે બંને દીકરી ગુમાવી

ઘટનાસ્થળેથી નમૂના મેળવ્યા બાદ ફોરેન્સીક રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રવિરાજ જે હાથે પિસ્ટલ ચલાવી શકે તેમ હતો તેની વિરુદ્ધ દિશામાં તેને ગોળી વાગી હતી, જ્યારે રવિના શરીરમાંથી મળેલી ગોળી પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. ફોરેન્સીક એક્સપર્ટનું માનવું છે કે રવિરાજના શરીરમાં થયેલી ઇજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ફાયરિંગ થયું હોઇ શકે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે રવિરાજે આપઘાત નથી કર્યો.

તો ફોરેન્સીક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખુશ્બુના હાથ કે કપડાંમાંથી ગન પાવડર મળી આવ્યો હતો, જ્યારે રવિરાજના હાથ કે કપડાંમાંથી ગન પાવડર મળી આવ્યો નથી. પોલીસનું એવું માનવું છે કે હત્યા બાદ ખુશ્બુએ તેના ખોળામાં રવિરાજનું માથું રાખ્યું. બાદમાં પોતે પોઇન્ટ બ્લેન્કથી ફાયરિંગ કરી આપઘાત કર્યો. જ્યારે ઘટના બાદ પોલીસ મૃતદેહ પાસે પહોંચી હતી ત્યારે રવિરાજનું માથું ખુશ્બુના ખોળામાં હતું.
First published: July 15, 2019, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading