અમરેલી : લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (C.R. Patil) એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અધિકારીઓને ટકોર કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 'અધિકારીઓએ કામ પણ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે.'
સી.આર પાટીલે સરકારી અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું હતુ કે, 'મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે, તમામ ધારાસભ્યોના ફોન નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જોઇએ. કોઇપણ ધારાસભ્ય ફોન કરે તો એને ઊંચકો વાત કરો અને તેમને મદદ કરો તેવી સૂચના આપવામાં આવી છે. અમે ગઇકાલે ફરી મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, સાહેબ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં પણ અધિકારીઓ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોન ઉંચકતા નથી, હવે એમને પણ સૂચના મળી જશે. બધાના મોબાઇલ નંબર એમને સેવ રાખવા પડશે. કોઇપણ સંજોગોમાં અધિકારીઓએ કામ પણ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓને જવાબ પણ આપવો પડશે.'
થોડા દિવસ પહેલા પણ સુરતના કડોદરા ખાતે ભાજપના સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અધિકારીઓને ટકોર કરી હતી. કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે અધિકારીઓને આદેશી કડક સૂચન કરતાં કહ્યું હતુ કે, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે અને જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પણ પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ અર્થે નહિ જવા નિર્ણય કરાયો છે.
અમરેલીના લાઠીમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધિકારીઓને ટકોર,અધિકારીઓએ કામ પણ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે pic.twitter.com/Tmn964fQNs
મહત્વનું છે કે, ગુજરાતમાં કેટલાક નેતાઓએ પક્ષમાં ફરિયાદ કરી હતી કે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ગણકારતા નથી અને ફોન ઉપાડતાં નથી. પાટીલના આવા નિવેદનો પરથી એ વાત સ્પષ્ટ છે કે, હવે અધિકારીઓએ ઘારાસભ્ય,સાસંદ કે અન્ય ચૂંટાયેલા નેતાઓના ફોન ઉઠાવવીને વાત કરીને તેમનું કામ પણ કરવુ પડશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર