Home /News /gujarat /ગુજરાત ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર! પાટીલનો રાજકોટનો કાર્યક્રમ રદ

ગુજરાત ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર! પાટીલનો રાજકોટનો કાર્યક્રમ રદ

(ડાબેથી) સી.આર. પાટીલ અને વિજય રૂપાણીની ફાઇલ તસવીર

સ્ટેજ પરનો વીડિયો વાયરલ થતા પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું છે. જે બાદ પ્રદેશ ભાજપની સૂચનાથી 20મીનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ: છેલ્લા થોડા દિવસોથી રાજકોટ ભાજપનો (Rajkot BJP) આંતરિક જૂથવાદ ચરમસીમાએ જાહેરમાં દેખાઇ રહ્યો છે. ત્યારે આજે એક કાર્યક્રમની પત્રિકામાં પૂર્વ સીએમનું (Ex.CM) નામ ન લખાતા એક વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો (C.R.Patil) 20મીનો કાર્યક્રમ રદ કરાયો છે. જેની પાછળ પક્ષે સમયના અભાવે કાર્યક્રમ રદ કરાયાનું જણાવ્યુ છે. 15 તારીખના રોજ ભાજપના બે દિગ્ગજ આગેવાનો વચ્ચે બોલાચાલીના આ પડઘા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સી.આર. પાટીલના બ્રહ્મસમાજ અને ઉદ્યોગકારો સાથેના કાર્યક્રમ હજુ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રદેશ ભાજપ એક્શન મોડમાં?

20મીએ રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં મોકરિયા જૂથે રાખેલો જનસંઘથી ભાજપ નામનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરાયું હતું. જેમાં શહેર ભાજપના રૂપાણી સમર્થકોને સાઇડલાઇન કરાતા આ મુદ્દે બે દિવસ પહેલાના સ્નેહમિલનમાં વિખવાદ થયો હોવાની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે, સ્ટેજ પરનો વીડિયો વાયરલ થતા પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું છે. જે બાદ પ્રદેશ ભાજપની સૂચનાથી 20મીનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ મહત્તવના સમાચાર અહીંથી વાંચો

સ્નેહ મિલન કાર્યક્રમનો વીડિયો બન્યો હતો ચર્ચાસ્પદ

બે દિવસ પહેલા રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચેનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.

આ પણ વાંચો- રાજકોટ ભાજપે વિજય રૂપાણીને બનાવી દીધા CM? વાયરલ થઇ રહ્યું છે બોર્ડસોમવારે યોજાયેલ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાતાં વિવાદ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ નહોતું. ભાજપના બીજા જૂથનું સ્નેહમિલન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે યોજાશે. રાજકોટમાં જ બે સ્નેહમિલન યોજાવાનાં છે તેના કારણે વિવાદ છે જ ત્યાં હવે આ નવો વિવાદ ઉભો થયો છે.
First published:

Tags: C.R Patil, Gujarat BJP, Gujarat Politics, Vijay Rupani, ગુજરાત, ભાજપ