ખુશ્બુ-રવિરાજ વચ્ચે હતા પ્રેમસંબંધ, બંને સાથે હરતા, ફરતા અને જમતા

News18 Gujarati
Updated: July 15, 2019, 10:52 PM IST
ખુશ્બુ-રવિરાજ વચ્ચે હતા પ્રેમસંબંધ, બંને સાથે હરતા, ફરતા અને જમતા
મૃતક ખુશ્બુ કાનાબાર, રવિરાજસિંહ જાડેજા

ખુશ્બુ અને રવિરાજ થોડા સમય પહેલા જ રાજ્યની બહાર ફરવા ગયા હતા. તેઓ માથેરન બાજુ સાથે ફરવા ગયા હતા.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલા ASI અને કોન્સ્ટેબલ આપઘાત કેસ ઉકેલાયો, ખુશ્બુએ રવિરાજની હત્યા કરી પછી પોતે આપઘાત કર્યાનું પોલીસનું તારણ. તો બંનેના મૃત્યુ પાછળ મુખ્ય કારણ પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની તસવીરો અને મેસેજ પ્રાપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ખુશ્બુ અને રવિરાજ વચ્ચે છેલ્લા 9 મહિનાથી પ્રેમસંબંધ હતો. પરંતુ રવિરાજ પરણીત હોવાથી બંને વચ્ચે અવાર નવાર તકરાર પણ થતી હતી. આ દરમિયાન ખુશ્બુ અને રવિરાજ વચ્ચે રોજ મુલાકાત થતી હતી, બંને રોજ સાથે જમતા અને ફરવા પણ જતા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ ચંદ્ર ગ્રહણનાં રોજ સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, જાણો આપની રાશિ પર અસર ?

ખુશ્બુ અને રવિરાજ થોડા સમય પહેલા જ રાજ્યની બહાર ફરવા ગયા હતા. તેઓ માથેરન બાજુ સાથે ફરવા ગયા હતા, જો કે ફરવા ગયા ત્યાં રવિરાજની પત્નીનો ફોન આવ્યો હતો. આ જોઇને ખુશ્બુ ગુસ્સે થઇ હતી અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જો કે આ દમરિયાન તેમની સાથે ફરવા ગયેલા રવિરાજના મિત્રએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. રવિરાજનો મિત્ર પોતાના પરિવાર સાથે અને રવિરાજ ખુશ્બુ સાથે ફરવા ગયા હતા.
First published: July 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading