ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ: એસ.પી.સ્વામીને બે વર્ષ માટે 6 જિલ્લામાંથી કરાયા તડીપાર

એસ.પી સ્વામીની ફાઇલ તસવીર

એસ.પી.સ્વામી દ્વારા સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે.

 • Share this:
  પ્રકાશ સોલંકી, બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરાયા છે. તડીપાર મામલે એસ.પી. ના દબાણ હેઠળના આક્ષેપને લઈ નિષ્પક્ષ કામગીરીથી હુકમ કર્યાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટનું નિવેદન છે. આ સાથે 307, મારામારી સહિતના ગુનાને લઈ પોલીસ દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે હુકમ થયો હોવાનું મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું છે.

  ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો. જેમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે.

  કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય: ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા રદ

  પોલીસ દ્વારા આપવામાં આવેલી દરખાસ્તના આધારે તડીપાર કરવામાં આવ્યું હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું છે. મેજિસ્ટ્રેટ દ્વારા જણાવ્યા મુજબ, તડીપારની નોટિસને લઈ બચાવ માટે પૂરતી તક આપવામાં આવી હતી અને એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ 307, મારામારી જેવા 6 જેટલા ગુનાઓ અને પોલીસની દરખાસ્તને ધ્યાને લઇ કાયદાની મર્યાદામાં તડીપાર હુકમ કરવામાં આવ્યો છે.

  ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનાં કારણે કેટલાક વિસ્તારોમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી  તો એસ.પી.સ્વામી દ્વારા સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે. જે આક્ષેપ ને લઈને સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસની મળેલ દરખાસ્ત અને 307,મારામારી જેવા 6 જેટલા અન્ય ગુનાને ધ્યાનમાં રાખી નિષ્પક્ષ રીતે કાયદાની મર્યાદામાં આવી હુકમ કરેલ છે. કોઈના દબાણ હેઠળ કામગીરી કરવામાં આવી નથી. તેવું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ એમ.આર.વસાવાએ નિવેદન આપ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: