Home /News /gujarat /ભાવનગર : પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા? તપાસ શરૂ

ભાવનગર : પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા? તપાસ શરૂ

ભાવનગર : પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા? તપાસ શરુ

બંનેના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે અને ઘટના સ્થળ પરથી એક મોટર સાયકલ મળી આવ્યું છે

    નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરેડી ગામ પાસેથી અજાણ્યા પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બંનેના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે અને ઘટના સ્થળ પરથી એક મોટર સાયકલ મળી આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

    ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરેડી ગામની સીમમાંથી એક શખ્સ તથા મહિલાની લાશ મળી આવતા સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. લાશનો કબ્જો લઈ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરી છે. બંને મૃતદેહ પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને તપાસ શરૂ કરી છે. પશુ ચરાવવા ગયેલા ગોવાળાના ધ્યાનમાં મૃતદેહ આવ્યો હતો.

    આ પણ વાંચો - ગુજરાતમાં ચોમાસાના આગમન અને વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, પહેલા ક્યાં થશે વરસાદ

    સરેડી ગામની સીમમાં રોજિંદા ક્રમ મુજબ ગામનાં ગોવાળો પશુ ચરાવવા ગયા હતા, જ્યાં વગડામાં એક પુરુષ તથા એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ જોવા મળી હતી. ગોવાળોએ ગામના લોકો તથા સરપંચને જાણ કરતાં સરપંચ તથા લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોનગઢ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને લાશોનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

    આ લાશથી થોડે દૂર નાળા પાસેથી એક બિનવારસી બાઈક મળી આવતાં પોલીસે આ બાઈકનો પણ કબ્જો લીધો હતો. પોલીસે હાલ મૃતક મહિલા અને પુરુષની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. તો સાથે આ બનાવ સજોડે આત્મહત્યા નો છે કે પછી હત્યાનો તેને લઈને પણ તપાસ શરૂ કરવામા આવી છે. હાલ તો સમગ્ર બનાવને લઈને સરેડી સહિતના આસપાસના ગામોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujarati news, Latest gujarati news, Latest News, Latest today news, ભાવનગર