પ્રતિશ શીલુ, પોરબરંદ : પોરબંદરમાં માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ દૂર્ઘટનાનો શિકાર બની છે. એક બાજુ અવિરત વરસાદ અને બીજી બાજુ દરિયામાં ઉછળી રહેલા મોજાના કારણે અરબી સાગર ગાંડોતૂર બન્યો છે. દરમિયાન પોરબંદરના ગોસાબારા નજીક માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ ડૂબતાં 3 માછીમારોનાં મોત થયા છે. જ્યારે 14થી વધુ નાની હોડીઓ અને 40 માછીમારો હજુ લાપતા છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ માછીમારી માટે 18 જેટલી નાની હોડીઓ દરિયામાં ગઈ હતી. આ દૂર્ઘટના બાદ 14 નાની હોડીઓ તેમજ 40થી વધુ માછીમારો હજુ લાપતા છે જ્યારે દરિયામાં ડુબી જતા ત્રણ માછીમારોનાં મોત થયા છે જ્યારે 06 માછીમારોનો થયો આબાદ બચાવ થયો છે. ત્રણ માછીમારોને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃત્યુ પામેલ ત્રણ માછીમારોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લવાયા છે. પોરબંદર જિલ્લામાં હાલ પવન સાથે પડી રહ્યો છે વરસાદ
આ દૂર્ઘટના બાદ મળતી માહિતી મુજબ નાની હોડીઓમાં માછીમારી કરવા ગયેલા 10થી વધુ માછીમારો લાપતા બન્યા છે. આ ઘટના બાદ લાપતા બનેલા માછીમારોની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોરબંદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગોસાબારા જિલ્લાના માંગરોળ નજીક આવેલો જાણીતો દરિયા કાંઠો છે જ્યાં આ દૂર્ઘટના ઘટી હોવાના અહેવાલો છે.
દૂર્ઘટનામાં આબાદ બચેલા માછીમારોને પોરબંદર સારવાર અર્થે ખસેડાયા હતા.
48 કલાક ભારે, પવનની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સેન્ટ્રલ મધ્યપ્રદેશ પર ડીપ ડીપ્રેશન સક્રિય છે જે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે. રાજ્યનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર