Home /News /gujarat /ગુજરાતના દરિયાકિનારેથી 'યાસીન' બોટ ઝડપાઇ, 10 પાકિસ્તાનીઓની કરાઇ ધરપકડ

ગુજરાતના દરિયાકિનારેથી 'યાસીન' બોટ ઝડપાઇ, 10 પાકિસ્તાનીઓની કરાઇ ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

Gujarat news: બોટ સહિત પાકિસ્તાનીઓને હાલ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે

પોરબંદર: કોસ્ટ ગાર્ડે (Indian coast gaurd) ગુજરાતના (Gujarat sea) દરિયાકાંઠેથી અરબી સમુદ્રમાંથી 10 પાકિસ્તાની (Pakistan) નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાકિસ્તાની બોટ 'યાસીન'માં (Pakistani boat Yasin) સવાર હતા. આ ઘટના 8 જાન્યુઆરીની રાત્રે બની હતી. ઓપરેશનના ભાગરૂપે કોસ્ટ ગાર્ડે તેઓને પકડી લીધા હતા. બોટ સહિત પાકિસ્તાનીઓને હાલ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની બોટ (Pakistani boat) પકડાઈ હોય. આ પહેલા પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. જેમાં પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર હતા.

બે દિવસમાં બીજી પાકિસ્તાનની બોટ પકડાઈ 

બે દિવસમાં બીજી પાકિસ્તાનની બોટ પકડાઈ છે. આ પહેલા પણ શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSFએ પાકિસ્તાનની એક બોટ પકડી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સનો કન્સાઈનમેન્ટ લઈ જવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ગાઢ ધુમ્મસનો લાભ ઉઠાવે છે અને દવાઓનો સપ્લાય કરે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં પંજાબમાં પાકિસ્તાનના ઘણા ડ્રોન પકડાયા છે.



આ પણ વાંચો - ગુજરાતમાં માવઠા બાદ આજથી બે દિવસ પડશે કડકડતી ઠંડી, કચ્છમાં છે Yellow Alert

નોંધનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાતના દરિયા કિનારા નજીકથી પાકિસ્તાનની બોટમાંથી 400 કરોડ રુપિયાનુ હેરોઈન પકડાયુ હતુ. આ હેરોઈનનુ વજન 77 કિલો જેટલું હતુ. બોટના 6 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બોટનુ નામ અલ હુસૈની હતુ અને તે પાકિસ્તાની બોટ હતી. ગુજરાતના એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ આપોરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગુજરાતના ડિફેન્સ પીઆરઓ દ્વારા ટ્વિટ કરીને અપાયેલી જાણકારી પ્રમાણે ભારતીય જળ સીમામાં આ બોટ પ્રવેશી હતી અને તેનુ ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે તેમાંથી ડ્રગ્સ પકડાયુ હતુ.આ ડ્રગ્સની કિંમત 400 કરોડ રુપિયા હતી. મહત્તવનું છે કે, છેલ્લા ઘણાં સમયથી ગુજરાતના દરિયા કિનારાના રસ્તે થઈને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના અનેક કાવતરા સામે આવી રહ્યા છે.
First published:

Tags: Porbandar, ગુજરાત, પાકિસ્તાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો