ભારતની વિદેશી હુંડિયામણની કમાણીમાં, અહીંની 1500 મહિલાનું મોટું યોગદાન

News18 Gujarati
Updated: March 8, 2018, 4:34 PM IST
ભારતની વિદેશી હુંડિયામણની કમાણીમાં, અહીંની 1500 મહિલાનું મોટું યોગદાન
કંડલા ઝોન એટલે કે કાસેઝમાં હાલે 25000 જેટલા કામદારો કામ કરે છે....

કંડલા ઝોન એટલે કે કાસેઝમાં હાલે 25000 જેટલા કામદારો કામ કરે છે....

  • Share this:
આજે વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે કચ્છનું એક ચિત્ર અમે આપને બતાવવા જઈ રહયા છીએ. જેમાં મહિલા અને ઉઘોગ બન્ને એકબીજાના પુરક બન્યા છે. મહિલાઓએ દેશ માટે યોગદાન આપ્યું અને આ યોગદાનના વળતરમાં મહિલાઓને મળી રોજગારી. જોઈએ કચ્છના કંડલાનો ખાસ અહેવાલ.

આ છે. કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન. એટલે એવો એક ખાસ ઝોન જેમાં ઉઘોગ સીધા જ વિદેશમાં વ્યાપાર કરે છે. અને ખાસ કરીને નિકાસને પગલે ભારત દેશ કમાય છે. વિદેશી હુંડિયામણ. વૈશ્ર્વિક સ્તરે ભારતને જે કોઈ રકમ ચુકવવાની થાય છે તે રકમ આ ઝોન સહિતના દેશભરના વિવિધ નિકાસમાંથી મળે છે. આઝાદી પછી ભારત અન્ન માટે પણ અન્ય દેશો પર આધારિત હતું આ સમયે દેશમાં વિદેશી હુંડિયામણ કયાંથી આવે તેના પ્રયાસોના ફલ સ્વરૂપ કંડલા ઝોનની સ્થપના થઈ દેશના આ પ્રથમ ઝોનમાં ઉઘોગોને ખાસ યોજનાઓ. લાભો અને હકકો મળે છે જેનાથી નિકાસને પ્રોત્સાહન અપાય છે. હવે તમે જ વિચારી લો કે આવા ખાસ ઝોનના વિકાસમાં મહિલાઓનું શું યોગદાન હશે એ પણ એક નહી બે નહી પુરા 10000 હજારથી વધુ મહિલાઓ. જી હાં ગાંધીધામ સંકુલમાં વસવાટ કરતી શ્રમિક પરીવારની 1500 મહિલા કામદારો આજે પણ દેશને વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં પોતાનું યોગાદાન આપી રહી છે.

માંડીને વાત કરીએ તો કંડલા ઝોન એટલે કે કાસેઝમાં હાલે 25000 જેટલા કામદારો કામ કરે છે. જેમાંથી 40 ટકા મહિલા કામદારો છે. દૈનિક સવારે હજારો મહિલા ઝોનની વિવિધ ફેકટરીમાં પહોંચે છે અને પોતાનું કામ કરીને રોજગારી મેળવે છે સાથે નિકાસ માટેનો તમામ માલ તૈયાર કરે છે. આ મહિલા શિક્ષિત નથી. મોટાભાગની મહિલાઓ ઘરનો ઉંબરો વટાવીને રોજગાર કરવાની હિંમત કરી અને આ મહિલાઓને ઝોનના ઉઘોગોએ હાથ પકડયો. એમ કહી શકાય છે ભારત 60ના દાયકામાં હતું ત્યારે આ ઝોનમાં મહિલાઓ કામ કરતી હતી અને પરીવાર અને દેશના વિકાસમાં યોગદાન આપતી હતી. મહત્વપુર્ણ બાબત છે કે સામાન્ય રીતે અશિક્ષિત, ગરીબ પરીવારમાંથી આવતી મહિલા સામાન્ય રીતે નાના મોટા કામ કરીને બે પાંચ હજાર કમાઈ શકે છે. પણ આ ઝોનમાં કામ કરતી તમામ મહિલા કામદારો 10 હજારથી વધુ કમાય છે અને તેમને મળે છે. મહિલા અધિકારીના હકકો, કંપનીઓ પોતાના મહિલા કામદારો માટે પણ વિવિધ યોજનાઓ ચલાવે છે. જેથી સ્વામાનભેર જીવી શકતી આ મહિલા કામદારો મન લગાવીને કંપની ઝોન અને દેશ માટે કામ કરે છે.

એક સાથે આટલી સંખ્યામાં મહિલાઓનું યોગાદન મહત્વપુર્ણ છે અને તેથી આજે પણ કાસેઝ તંત્ર મહિલા કામદારો માટે પુરતી વ્યવસ્થા પણ કરે છે. રમત ગમતથી આરોગ્ય અને શિક્ષણથી આર્થિક મદદ સુધી તમામ હકકો આ મહિલા કામદારોને અપાય છે. બંદરિય શહેર ગાંધીધામ પંચરંગી વસતી ધરાવે છે. તેથી એમ કહેવાય છે કે, આ મીની ભારત છે. ત્યારે આ મીની ભારતની મહિલાઓ ભારત દેશના વિકાસમાં આજે 54 વર્ષથી સેવા આપી રહી છે. યોગદાન આપી રહી છે.

મહિલા કામદાર સુશિલાબેને જણાવ્યું કે, ટ્રાન્સ, છેલ્લા 11 વર્ષથી કંપનીમા કામ કરૂ છે. અશિક્ષિત હોવા છતાં મહિના સારૂ એવું કમાઈને ઘર પરીવાર સાથે સ્વામાનભેર જીવી રહી છે. આ રીતે અનેક મહિલાઓ માટે આ ઝોન અને ઝોન માટે અનેક મહિલાઓ એકબીજાના પરુક છે.

કામદાર મહિલા દક્ષાબેને જણાવ્યું કે, સાત ધોરણ પાસ હોવા છતાં આજે હું મારી માતા અને અન્ય બહેનો સાથે મળીને નોકરી કરીને ઘર માટે ખંભેથી ખંભા મીલાવી શકું છે. તેનેું કારણ મારી આ નોકરી છે.કંડલા ઝોન કમિશનર ઉપેન્દ્ર વશિષ઼્ડ કંડલા ઝોન માટે મહિલાઓ અને મહિલાઓ માટે ઝોનનું યોગદાન એક મહત્વપુર્ણ બાબત છે. 60ના દાયકમાં જયારે મહિલા ઓ માટે ખાસ હકકો નહોતા ત્યારથી ઝોનમાં મહિલા કામદારો દેશના વિકાસમાં યોગાદાન આપી રહી છે. અને ઝોન ઉઘોગની સાથે મળીને મહિલાઓ સન્માન સ્વમાન જાળવી રાખીને તેમને પુરતી દરકકા પણ કરે છે.
First published: March 8, 2018, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading