Home /News /gujarat /

Kutch: કચ્છમાં આગામી મહિનાથી ભુજથી બેલગામ વાયા અમદાવાદ ફ્લાઇટ શરૂ થશે

Kutch: કચ્છમાં આગામી મહિનાથી ભુજથી બેલગામ વાયા અમદાવાદ ફ્લાઇટ શરૂ થશે

અઠવાડિયામાં

અઠવાડિયામાં પાંચ દિવસ ભુજથી અમદાવાદની સેવા મળશે

છેલ્લા લાંબા સમયથી ભુજથી અમદાવાદ અને દિલ્હી સુધી હવાઈ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી રહી છે, ત્યારે સમર શેડયુલમાં પણ ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો હતો તો આખરે એક કંપની જૂન મહિનાથી ભુજ અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરશે જે બેલગામ સુધી જશે.

    Kutch: દેશના પશ્ચિમી ખૂણે આવેલો કચ્છ જિલ્લાએ (Kutch District) પરિવહનની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે. આજે અહીં માર્ગ પરિવહન ઉપરાંત રેલ પરિવહન (Kutch Trains) અને હવાઈ પરિવહન (Kutch Flights) પણ સારી રીતે વિકસ્યું છે. તો સમયની સાથે હવાઈ સેવામાં વધારાની માંગ પણ થતી આવે છે. ભુજથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં વચ્ચેની સેવા વધારવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આવતા મહિનાથી ભુજથી અમદાવાદ સુધી પ્લેન (Bhuj Ahmedabad Flight) શરૂ કરવાની જાહેરાત સ્ટાર એર (Star Air) દ્વારા કરાઈ છે.

    કચ્છમાં ઉદ્યોગો વધતા અને કચ્છીઓ પણ દેશ વિદેશના વિવિધ ખૂણાઓ પર સ્થાયી થતાં ભુજથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મથકોને જોડતી ફ્લાઇટમાં વધારો કરવાની માંગ સતત થતી આવે છે. તેવામાં કંડલા એરપોર્ટ શરૂ થયા બાદ ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા દિવસે ને દિવસે ઓછી થતી હતી. દૈનિક ઉડાન ભરતી ભુજ મુંબઈની ફ્લાઇટ પણ હાલ અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કાર્યરત છે, તો દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરવા પણ અનેક રજૂઆતો થઈ હતી.

    પણ આખરે સ્ટાર એર કંપની દ્વારા આગામી જૂન મહિનાની 3 તારીખથી ભુજથી અમદાવાદ અને ત્યાંથી બેલગામ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે જેની ચોક્કસ માહિતી કંપની તરફથી આપવામાં આવી હતી. 50 સીટર એમ્બેરર એરક્રાફ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ સેવા આપશે. સોમવાર તેમજ બુધવારથી શનિવાર આ ફ્લાઇટ અમદાવાદથી ભુજ આવશે તો તે જ દિવસે પરત અમદાવાદ પણ જશે. તો સાથે જ બેલગામ સુધી જનારી આ ફ્લાઇટમાં ભુજના લોકો બેલગામ સુધીનું પ્રવાસ પણ કરી શકશે.

    આ પણ વાંચો:રાજકોટ : જાહેરમાં યુવતીની છેડતીનો CCTV Video,રાહદારીઓએ લુખ્ખાતત્વને ઢીબી નાખ્યો

    ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા એરલાઇન્સના સમર શેડ્યુલ માટે ત્રણ એરલાઇન્સ કંપનીઓએ ભુજથી ફ્લાઇટ શરૂ કરવામાં રસ દાખવ્યું હતું. પણ અનેક કારણસર તેમાંથી અંતે માત્ર એક જ કંપનીએ ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જો કે, ભુજથી મુંબઈ અને અમદાવાદ જનારા લોકોની મોટી સંખ્યા સામે એક 50 સીટર ફ્લાઇટ પૂરી પડે તેમ નથી પણ નિષ્ણાતોનું માનવું છે કે જો આ ફ્લાઇટને સારી સફળતા મળશે તો અન્ય કંપનીઓ પણ નફો કમાવવા આ રૂટ પર પોતાની ફ્લાઇટ શરૂ કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર