ભુજ: 'જનરલ હોસ્પિટલમાં દલિત દર્દીઓને મફત સારવાર આપો' 

News18 Gujarati
Updated: August 28, 2018, 9:48 PM IST
ભુજ: 'જનરલ હોસ્પિટલમાં દલિત દર્દીઓને મફત સારવાર આપો' 

  • Share this:

આજે ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે યોજાયેલી અનુસૂચિત જાતિ  પેટાં યોજના અમલીકરણ સમિતિની જૂન-૨૦૧૮ અંતિત સમીક્ષા બેઠકમાં અનુસૂચિત જાતિના ગરીબ દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તે હેતુ આરોગ્યની સ્પેશ્યલ સ્કીમ અંતર્ગત ભુજની જનરલ હોસ્પિટલનો પેનલમાં સમાવેશ કરવા જિલ્લાપંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા સહિત સમિતિના સભ્યો દ્વારા રજૂઆત કરાઇ હતી.


અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સામાજીક વનીકરણ યોજના અંતર્ગત અનુ.જાતિના ખેડૂતો માટે ખારેક સહિત સરગવાના પ્લાન્ટેશન માટે અપાતા રોપા સારી કવોલિટીના આપવા જોઇએ, તેમ જણાવી સરગવાના રોપા ઉછેરાતા તેની સીંગ ખારી થતી હોવાનું જણાવી જે કોઇ રોપા ઉછેરાય તે સારી જાતના હોવા જોઇએ તેમ જણાવ્યું હતું.


જિલ્લા કલેકટર રેમ્યા મોહને અનુસૂચિત જાતિના ગરીબ દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તે હેતુ આરોગ્યની ખાસ પેટા યોજના અંતર્ગત ભુજની સિવિલ હોસ્પિટલ સામેલ ન હોવાથી તેનો યોજના અંતર્ગત સમાવેશ કરવાપાત્ર થતો હોઇ સંબંધિત આરોગ્ય વિભાગ દ્વારા પત્ર લખવાનું જણાવતાં સિવિલ હોસ્પિટલ દ્વારા પત્ર પાઠવાયો હોવાનું કમિટિના સભ્ય સચિવ અને નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ અધિકારી અનિલ પંડ્યાએ જણાવ્યું હતું.જિલ્લા કલેકટરે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત સમિતિના સભ્યોએ સામાજીક વનીકરણ યોજના અંતર્ગત અનુ.જાતિના ખેડૂતોને સારી જાતના રોપા પૂરા પાડવા સંદર્ભે સામાજીક વનીકરણ વિભાગની યોજના અને બાગાયત વિભાગની યોજના બંનેના હેતુ અલગ છે, તેમ જણાવી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણીનો હેતુ પણ સમાવિષ્ટ થતો હોઇ અન્ય રોપા-છોડ પૂરાં પાડવા સાથે અનુ.જાતિના ખેડૂતોની આર્થિક સમૃધ્ધી વધે તેવા બાગાયતી રોપા પુરાં પાડી શકાય તે માટે બંને વિભાગોની સાંકળીને ખેડૂતો અને સરકારનો યોજનાકીય હેતુ યોજનાને વધુ ખેડૂતલક્ષી બનાવવા સંબંધિત બંને વિભાગોને જરૂરી નિર્દેશો આપ્યા હતા.


 બેઠકમાં અનુ.જાતિ કલ્યાણ અધિકારી અનિલ પંડ્યાએ વિભાગવાર જૂન-૨૦૧૮ અંતિત પ્રગતિની છણાવટ કરતાં અનુ.જાતિ પેટા યોજનાના ૨૬ વિભાગોની અમલીકરણ યોજના હેઠળ કચ્છ માટે રૂ. ૨૦૩૨.૨૩ લાખની જોગવાઇ સામે ૧૮૦૭.૨૪ લાખની મળેલી ગ્રાંટની વિગતો આપી પ્રથમ ત્રણ માસમાં ૫૮.૨૩ લાખના ખર્ચ સાથે ૨૦.૨૪ ટકા કામગીરી થઇ હોવાની આંકડાકીય વિગતો આપી હતી.

First published: August 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading