Home /News /gujarat /

કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહ્યું- જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહ્યું- જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહ્યું- જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

જયવીરરાજ સિંહે કહ્યું કે કોઈ પણ રાજકારણી કે ઓફિસરને એવો કોઈ હક નથી કે તે પોતાના વ્યક્તિગત કારણોસર લોકોનાં જીવ જોખમમાં મુકે એવું કામ કરે

  નીતિન ગોહેલ, ભાવનગર : કોરોનાના કહેરના કારણે રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. કોરોનાની બીજી લહેરે લોકોની હાલત એટલી ગંભીર કરી દીધી છે. ત્યારે થોડા દિવસો પહેલા જ ભાવનગરની એક હોસ્પિટલનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જે વીડિયો એટલો ખોફનાક હતો કે તે બાદથી સરકારની કાર્યશૈલી પર ખૂબ સવાલો થઇ રહ્યા છે. આ વચ્ચે ભાવનગરના યુવરાજે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા નેતાઓને ખરી ખોટી સંભળાવી છે.

  ભાવનગરનાં યુવરાજ જયવીરરાજ સિંહે દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ પર પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તેમણે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે જો તેઓ જવાબદારી ન નિભાવી શકે તો, રાજીનામું આપી દે. સાથે જ રાજકીય પક્ષો ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવા જોઈએ. આપને જણાવી દઇએ કે, જયવીરરાજ સિંહ રાજવી પરિવારનાં યુવરાજ છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પૌત્ર છે.

  જયવીરરાજ સિંહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઇ જઇ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એટલે કે હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જયવીરરાજ સિંહે વધુમાં કહ્યુ કે, હાલનાં સમયમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. જ્યારે રાજકારણીઓને પ્રચાર-પ્રસાર અને રેલી કાઢવા માટે લાખો રૂપિયા મળી રહે છે. તેમજ કોવિડ જેવી મહામારીમાં ચૂંટણી યોજવા માટે અનુકૂળ સમય પણ મળી રહે છે. આવા સમયે ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

  આ પણ વાંચો - સુરત : કોરોના વોરિયર્સને પણ રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેવાની આવી નોબત

  જયવીરરાજસિંહે વધુમાં લખ્યું હતું કે, કોઈ પણ રાજકારણી કે ઓફિસરને એવો કોઈ હક નથી કે તે પોતાના વ્યક્તિગત કારણોસર લોકોનાં જીવ જોખમમાં પડે એવું કામ કરે. આની પાછળ જે પણ લોકો આ કાર્ય માટે જવાબદાર હોય તેમને પ્રજાને આનો જવાબ આપવો જોઈએ અને પોતાનું રાજીનામું પણ આપવું જોઈએ. પ્રજાની સુખાકારી માટે અને તેમના સારા આરોગ્ય માટે મૂળભૂત તબીબી આરોગ્ય સુવિધાઓ જે દરેક સરકારે પોતાની પ્રજા સુધી પહોંચાડવી જ જોઈએ એ ચૂંટાયેલી સરકારની ફરજ છે.

  તેમણે કહ્યુ કે, જે વીડિયો આપણે બધાએ સોશિયલ મીડિયામાં જોયો છે કે ભાવનગરની જનરલ હોસ્પિટલમાં દર્દી ઓક્સિજનનાં બાટલા સાથે જમીન પર સૂઇ રહ્યા છે. આ જોઈને ખૂબ જ દુઃખ લાગી રહ્યુ છે કારણ કે આ હોસ્પિટલ સો વર્ષ પહેલાં ભાવનગરનાં નાગરિકો માટે બનાવવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Bhavnagar Yuvraj, Bhavnagar Yuvraj Jaiveerraj Singh, Jaiveerraj Singh, ભાવનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन