Home /News /gujarat /ભાવનગરમાં નર્સનો આપઘાત: 'લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે આ પગલું ભરું છું'

ભાવનગરમાં નર્સનો આપઘાત: 'લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે આ પગલું ભરું છું'

5 મી માર્ચ એ મહિલા જ્યારે નોકરી એ જતી હતી ત્યારે તેનો પતિ ઘરે આવ્યો હતો તને તે મારા ફોટા વાયરલ કેમ કર્યા તેમ કરીને તેને મારવા લાગ્યો હતો. એટલું જ નહીં ધમકી આપી હતી કે જો હવે પછી મારા ફોટો વાયરલ કરીશ તો તારા પણ ન્યૂડ ફોટો મારી પાસે છે જે પણ હું વાયરલ કરી દઈશ. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Bhavnagar News: આપઘાત કરનાર યુવતીની બેગમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરી છે

ભાવનગર: શહેરની સર ટી. હોસ્પિટલમાં (Sir T. Hospital, bhavnagar) રવિવારે સાંજે નર્સિંગ સ્ટાફની યુવતીએ (nursing staff girl suicide) આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. હોસ્પિટલના સાતમા માળે યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. સ્ટોર વિભાગમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની યુવતીએ સ્યુસાઈડ નોટમાં માતા-પિતા પ્રત્યે ખૂબ જ લાગણી દર્શાવી અને લગ્ન નોહતા કરવા એવું લખ્યુ છે. નિલમબાગ પોલીસ મથકનો (Nilambaug Police station) સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

22 વર્ષની યુવતીનો આપઘાત

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરની સિવિલ હોસ્પિટલના સાતમા માળે આવેલા મેડિસન સ્ટોરના સિસ્ટર રૂમમાં આવેલા સ્ટોર રૂમમાં રવિવારે સાંજે 7.30 વાગ્યાના સમયગાળા દરમિયાન અમીબેન તુલસીભાઇ મકવાણાએ (ઉ. વ.22, રહે. આનંદનગર, ભાવનગર) આપઘાત કરતા હોસ્પિટલમાં ચકચાર મચી છે.

અમીએ રૂમમાં પંખા સાથે દોરડા વડે લટકીને ગળાફાંસો ખાઈ આપઘાત કરતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. જ્યારે આ બનાવની જાણ પોલીસને થતાં નિલમબાગ પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

'મારે ત્યાં લગ્ન નથી કરવા'

આપઘાત કરનાર યુવતીની બેગમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરી છે. યુવતીને લગ્ન નહોતા કરવા તેથી તેને આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં કર્યો છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન ત્યાં નથી કરવાં એટ્લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી, લવ યુ પપ્પા.

આ પણ વાંચો - ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીના આપઘાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. આખા હોસ્પિટલમાં તથા યુવતીના પરિવારમાં આપઘાત બાદ શોકનો માહોલ છવાયો હતો. તેમજ પોલીસે યુવતીનો ફોન તથા અન્ય વસ્તુઓ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
First published:

Tags: આત્મહત્યા, ગુજરાત, ભાવનગર