બેંકના નિવૃત મેનેજરને અમદાવાદની યુવતી પારૂલ પટેલ સાથે ગેસ્ટ હાઉસમાં જવું ભારે પડ્યું

બેંકના નિવૃત મેનેજરને અમદાવાદની યુવતી પારૂલ પટેલ સાથે ગેસ્ટ હાઉસમાં જવું ભારે પડ્યું
પ્રતિકાત્મક તસવીર

બેંકના નિવૃત મેનેજરને અમદાવાદની પારૂલ પટેલ નામની યુવતી સાથે ફેસબુકથી સંપર્ક થયો હતો

  • Share this:
    નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગરમાં રહેતા બેંકના મેનેજર હનીટ્રેપમાં ફસાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની એક મહિલાએ વૃદ્ધને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનાવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરવાની ધમકી આપી બળજબરીથી તેમની પાસેથી રૂ.1.45 લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

    શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં રહેતા અને બેંકના નિવૃત મેનેજર નીલકંઠભાઈ ભટ્ટ (ઉ.વ.67) ફેસબુકના માધ્યમથી બે માસ પહેલા અમદાવાદની પારૂલ પટેલ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરતા હતા. દરમિયાનમાં ગત તા.14ના રોજ પારૂલ પટેલ નામની યુવતીએ ફરિયાદીને મેસેજ કરી વલભીપુર બોલાવ્યા હતા. જ્યાં ફરિયાદી તા.15ના રોજ વલભીપુર ગયા બાદ બંને ત્યાંથી રંધોળા ગામના એક ગેસ્ટહાઉસમાં રોકાયા બાદ બહાર નીકળતા સેવન સીટર કાર આવીને ઉભી રહી હતી. જેમાં બે મહિલા તથા બે પુરૂષ સવાર હતા.



    આ પણ વાંચો - રાજકોટ : ઓક્સિજનના બાટલા સમજી કરી હતી ચોરી પણ લઇ ગયા નાઇટ્રોજન ગેસના બાટલા

    તે પૈકીના 45 વર્ષીય અજાણ્યા ઇસમે ફરિયાદીને દસ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો દુષ્કર્મની ફરિયાદ કરીશ એમ કહેતા ફરિયાદી હનીટ્રેપનો શિકાર થયા હોવાની જાણ થઇ હતી. આખરે ચાર લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે કારમાં સવાર શખ્સોએ વૃદ્ધના પાકીટમાં રહેલ રોકડ રૂ. 8500, અડધા તોલાની સોનાની વીંટી તથા એટીએમ મારફત બે વખત નવ નવ હજાર ઉપાડી લીધા હતા. જયારે, ફરિયાદી પાસેથી બે ચેક લખી પૈકી એકમાં રૂ. 49 હજાર ભરાવી તે ચેક મારફત બેંકમાંથી ઉપાડી બાકીની રકમ ચૂકવી આપવાનું કહી વૃદ્ધને ઉતારી કાર અમદાવાદ તરફ મારી મુકી હતી.

    ફરિયાદી વૃદ્ધે ફરિયાદમાં ઉમેર્યુ કે આ પછી 16 તારીખના રોજ ઉક્ત શખસો તરફથી એક લાખની વ્યવસ્થા કરી આપવાનો ફોન આવતા તેમણે ભાવનગરની આંગડિયા પેઢી મારફત વધુ રૂ.50 હજારની વ્યવસ્થા કરી આપી હતી. જોકે બાદમાં આ અંગે તેમના પરિવારજનોને જાણ કરતા આખરે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વધુ પોલીસે યુવતી વિરૂદ્ધ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 45 હજાર 500 બળજબરી પૂર્વક પડાવી લીધાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Ashish Goyal
    First published:April 19, 2021, 23:03 pm

    ટૉપ ન્યૂઝ