Home /News /gujarat /

ભાવનગરની પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઇ જતા, રાજ્યભરમાં ધો. 7ની પરીક્ષાના બે પેપર થયા રદ

ભાવનગરની પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઇ જતા, રાજ્યભરમાં ધો. 7ની પરીક્ષાના બે પેપર થયા રદ

જેથી પરીક્ષાને મોકૂફ કરવાનો વારો આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

Bhavnagar News: જેના કારણે આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષાને મોકૂફ કરવાનો વારો આવ્યો છે.

    ભાવનગર : રાજ્યમાં (Gujarat Education) એનેકવાર શાળાથી માંડીને સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ ભાવનગરની (Bhavnagar news) તળાજાની નેસવડ પ્રાથમિક શાળામાં તો પરીક્ષાના (primary School Exam question paper missing) પ્રશ્નપત્રો જ ચોરી થઇ ગયાની ફરિયાદ થઇ છે. ધોરણ 6, 7, 8 ના પરીક્ષા પેપર સ્કૂલમાંથી ચોરાયા છે. જેના કારણે, રાજ્યભરમાં ધો 7ની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે. ધોરણ સાતના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે. તારીખ 22 અને 23 એપ્રિલે લેવાનાર વાર્ષિક પરીક્ષાના પેપર રદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભાવનગર પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ આવી ચોંકાવનારી ઘટના બની છે.

    અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ ચાલુ રહેશે

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી ધોરણ સાતની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરી થઈ છે. જેની જાણ થયા બાદ આ અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં તાળા તોડીને રાત્રિના સમયે પેપર ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.  જે બાદ સ્કૂલનાં આચાર્યએ તળાજા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસ ડોગ સ્કોડ તેમજ શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે, વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આજે તા.22/4/22 અને આવતીકાલે તા.23/4/22ના રોજ યોજાનારી ધોરણ સાતની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7ની પરીક્ષા યોજાશે. અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ ચાલુ રહેશે.

    આ પણ વાંચો - અમદાવાદ: માતા માસૂમને સ્કૂલે મુકવા જતી હતી, ડમ્પર ફરી વળતા બાળકનું મોત

    નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં પ્રશ્ન નંબર 21માં આકૃતિ ઉપરથી પૂછવામાં આવેલા એક ગુણના જવાબમાં ખુદ બોર્ડની આન્સર કીમાં જ જવાબ ખોટો હતો અને ઉત્તરવહી ચકાસણી બાદ પેપર નિરીક્ષકોએ આ પ્રશ્ન અંગે ભુલ હોવાનું ધ્યાન દોરતા આખરે બોર્ડે સુધારો કરવો પડ્યો છે.

    પ્રશ્ન નં.21માં આ પ્રશ્નનો જવાબ ત્રણ હતો. સંખ્યાબંધ પેપર પેપર તપાસાયા બાદ આન્સર કીમાં ફેરફાર કરી જવાબ 2 કરાતા શિક્ષકોએ પેપર ફરી જોવાની અને સુધારવાની ફરજ પડતા સમય અને શક્તિનો બગાડ થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Education, ગુજરાત, ભાવનગર

    આગામી સમાચાર