ભાવનગર : 85 લાખનું મશીન ધૂળ ખાય છે ત્યારે ધૂળ સાફ કરવા વધુ 3 કરોડનો ધૂમાડો


Updated: October 13, 2020, 5:24 PM IST
ભાવનગર : 85 લાખનું મશીન ધૂળ ખાય છે ત્યારે ધૂળ સાફ કરવા વધુ 3 કરોડનો ધૂમાડો
પ્રતિકાત્મક તસવીર

ભાવનગર મહાનગરપાલિકા 3 કરોડ રૂપિયાના ખર્ચે ધૂળ સાફ કરવાનું મશીન ખરીદી કરવા જઈ રહ્યું છે

  • Share this:
નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગર મહાનગર પાલિકા ‘મેડ ઈન ઈન્ડિયા’ નહીં ‘મેડ ઈન ઈટાલીનું’ ધૂળ સાફ કરવાનું મશીન ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ખરીદી કરવા જઈ રહ્યું છે. દિલ્હી-નોઇડાથી ટીમ આવીને શાસકો સમક્ષ ડેમોસ્ટ્રેશન બતાવ્યું છે. જોકે મનપાએ બે વર્ષ પૂર્વે રૂપિયા 85 લાખના ખર્ચે ખરીદેલું ધૂળ સાફ કરવાનું મશીન ચોમાસાના ચાર મહિના શોભા વધારી રહ્યું છે. કારણ કે વરસાદમાં ભેજનું વાતાવરણ શરૂ થાય ત્યા જ મશીનને કપડા સુકવે તેમ બે સપ્તાહ ખુલ્લું મુકીને ભેજમૂક્ત કરવું પડે છે.

પરંતુ હવે મહાપાલિકા વધુ ત્રણ કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. આ મશીનની કિંમત 2.50 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જો ગેસ આધારિત સીએનજી કરાવવું હોય તો વધુ રૂપિયા 40 લાખનો ખર્ચ કરવા કંપનીએ મહાપાલિકાને કહ્યું છે. શાસક પક્ષ સીએનજી કરાવવાના મુડમાં છે. આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી ભૂતકાળની માફક મશીન શોભાના ગાઠિયા સમાન બની રહેશે તો પ્રજાના પૈસાનું પાણી થશે, કારણ કે અગાઉ 85 લાખમાં ખરીદેલ મશીન રેગ્યુલર ધૂળ સાફ કરે તો મહિને 3 લાખનું બિલ મહાપાલિકાની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો - આવી ગયું PVC આધાર કાર્ડ, કેવી રીતે અને ક્યાંથી બનશે, જાણો આ સાથે જોડાયેલી માહિતી

ભાવનગર મહાનગરપાલિકા પાસે રસ્તા પર ધૂળ સાફ કરવાનું એક મશીન છે. જેનો ઉપયોગ કહેવા ખાતરનો છે. વિપક્ષે પ્રહાર કર્યો છે કે શાસક પક્ષ પ્રજાના પૈસાનો ધુમાડો કેવી રીતે કરવો તેના સિવાય કશું કરતું નથી. આયોજન વગર શહેરમાં કામ કરવામાં આવે અને પાછળથી શાસકો તેમાં વધુ ખર્ચ કરવા પેતરા કરે છે અને પૈસાનું પાણી કરવામાં આવે છે. સુવિધા ઠેરની ઠેર રહે છે.

ભાવનગરમાં જ્યારે રોડ પરથી ધૂળ સાફ કરવા માટેનું મશીન ખરીદવામાં આવ્યું હતું. ત્યારે સભ્યો અને ચેરમેન આમને સામને આવી ગયા હતા. જયારથી મશીન શહેરમાં આવ્યું છે ત્યારથી સભ્યો અને ચેરમેન સામ સામે રહ્યા છે. જ્યારે શહેરમાં ધૂળ સાફ કરવાનું મશીન ખરીદવામાં આવ્યું ત્યારે સભ્યએ આ મામલે કહ્યું હતુ કે, જે કામ આ મશીન કરે છે તેટલું જ કામ 15 લાખ રૂપિયાના સ્વીપર મશીનો કરે છે, તો પણ આટલો મોટો ખર્ચ કરવાનો શું મતલબ છે? અગાઉ સ્ટેન્ડીંગ કમિટીના બજેટ સંકલનમાં પણ સભ્યોએ નારાજગી વ્યકત કરી હતી. ભાવનગર મનપાની ઘોર બેદરકારીમાં અનેક શાસકોની અણઆવડતે કરોડો રૂપિયા પાછળથી ખર્ચવામાં આવ્યા છે અને પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે છતાં એ સિલસીલો ચાલુ છે.
Published by: Ashish Goyal
First published: October 13, 2020, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading