Home /News /gujarat /ભાવનગર: માતા-પુત્ર ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ડિવોર્સી મહિલાને શરીર સંબંધ બાંધવા બોલાવી પ્રેમીએ કરી હત્યા

ભાવનગર: માતા-પુત્ર ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ડિવોર્સી મહિલાને શરીર સંબંધ બાંધવા બોલાવી પ્રેમીએ કરી હત્યા

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ગોદડામાં બાંધેલી હાલતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ગોદડામાં બાંધેલી હાલતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

નીતિન ગોહિલ, ભાવનગર: સિદસર-વરતેજ રોડ પર નાળા નજીક તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદ પોલીસને મળેલી ગુપ્ત માહિતીના પગલે શહેરના વાઘાવાડીરોડ પર આવેલ એક એપાર્ટમેન્ટના બીજા માળના ફલેટમાંથી ગોદડામાં બાંધેલી હાલતે હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ અંગે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમ્યાન મૃતક બાળક અને મહિલા માતા -પુત્ર હોવાનું અને બન્નેની હત્યા એક જ શખ્સે કર્યાનું ખુલ્યું હતું. જેમાં આ મૃતક બંને માતા-પુત્ર હોવાનું અને ડિવોર્સી મહિલા જનકલ્યાણ ફ્લેટમાં રહેતા હેમલ શાહ નામના યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા ગઈ હોય ત્યારે આ ઘટનાને અંજામ હેમલ શાહે જ આપ્યાનું જણાવ્યું હતું.

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મૃતદેહને બાંધી દીધાનું ખુલ્યું

ભાવનગર નજીકના સિદસર-વરતેજરોડ પર નાળા નજીક અવાવરું જગ્યા પરથી ક્રુરતાપૂર્વક તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં 10 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવતા એલસીબી અને વરતેજ પોલીસે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જે બાદ બાળકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બપોરના સમયે બાળકનો મૃતદેહ મળી આવ્યાની ઘટના બાદ સાંજના સમયે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના પગલે શહેરના વાઘાવાડી રોડ, પરિમલ ચોક નજીક આવેલ પ્લોટ નંબર-૮ માં જનકલ્યાણ હાઉસીંગ સોસાયટી નામના એપાર્ટમેન્ટનાં ફલેટમાંથી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ગોદડામાં બાંધેલી હાલતે મહિલાનો મૃતદેહ મળી આવતા મૃતદેહનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં જગન્નાથની 144મી રથયાત્રા: આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી

જેમાં મૃતક મહિલા મુળ સિહોરની અને હાલ ભાંગલી ગેટ વિસ્તારમાં રહેતી અંકિતાબેન પ્રકાશભાઈ જોષી (ઉં.વ.૨૮) હોવાનું ખુલતા પોલીસે નેત્રના સહારે આદરેલી તપાસમાં સિદસર-વરતેજ રોડ પરથી હત્યા કરાયેલી હાલતે મૃત હાલતે મળી આવેલ બાળક અને અંકિતાબેન માતા-પુત્ર હોવાનું તેમજ બન્નેની હત્યા એકજ પ્રકારે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મૃતદેહને બાંધી દીધાનું ખુલ્લા બાદ વધુ તપાસમાં બન્નેની હત્યામાં એક જ શખ્સ સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતુ. પોલીસે ગણતરીના સમયમાં જ અંકિતાબેન પ્રકાશભાઈ જોષી અને સિદસર-વરતેજ રોડ પરથી મળી આવેલ બાળકની હત્યાના મામલે એક શખ્સને ઉપાડી લઈ તેને નજરકેદ કરી લીધો હતો.

રાજ્યમાં 15મી જુલાઈથી ધો-12ની સ્કૂલો, કોલેજો 50% કેપિસિટી સાથે શરૂ કરી શકાશે

પૂછપરછ માટે લેવાયા રિમાન્ડ

આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં એક શંકાસ્પદ કારની ભાળ મળતા અને બાતમીરાહે મળેલી માહિતી કે, જેમાં જનકલ્યાણ એપાર્ટમેન્ટનાં ફ્લેટ નંબર-૮ માં રહેતા હેમલ દોશીનાં ઘરે એક લાશ પડી છે. જેથી પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચતા શંકાસ્પદ કાર પણ ત્યાં નજરે પડતા અને ફ્લેટમાં જઇ પોલીસે હેમલની યુક્તિ-પ્રયુક્તિ થઈ પૂછપરછ કરતા આખરે હેમલે હત્યાની કબૂલાત કરી હતી. જેમાં તેમની સાથે શારીરિક સંબંધ માટે આવેલી અંકિતા જોશી અને તેનો પુત્ર શિવમ અંકિતા જોશી તેના ફ્લેટમાં આવેલા હોય ત્યારે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

અંકલેશ્વર: ત્રણ બેગમાંથી મળ્યા હતા લાશનાં ટુુકડા, આ રીતે મહિલા સહિત ચારે ખેલ્યો હતો ખૂની ખેલ

હત્યા કરનાર હેમલ જોશી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હજુ આ હત્યા શા માટે અને કેવી રીતે આ હત્યાને અંજામ આપ્યો? કયા કારણોસર અંજામ આપ્યો? પહેલા માતાની હત્યા કરી કે પુત્રની હત્યા? પુત્ર ની હત્યા બન્ને ભેગા મળી ને કરી કે એકલા? અને તેમાં કોઈ સાથે હતું કે, કેમ તે અંગે પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. પરંતુ આરોપી રીઢો ગુનેગાર હોય હજુ ગોળગોળ વાતો કરી પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. જેથી પોલીસે આરોપીની રિમાન્ડ હાથ ધરી છે. મરણ જનાર યુવતી સિહોરની અને ડિવોર્સી યુવતી હતી. ત્યારે પોલીસે હાલ હેમલની વધુ પૂછપરછ હાથ ધરી છે અને સાચી કબૂલાત બાદ જ આખી ઘટનાની સાચી હકીકત બહાર આવશે તેમ (એ.એસ.પી) સફિન હસને જણાવ્યું હતું.
First published:

Tags: Double murder, Love, ગુજરાત, ગુનો, ભાવનગર, હત્યા