ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પીધેલી હાલતમાં ઝડપાયા

શહેર કોંગ્રેસ પ્રમુખ જોષીની ફાઇલ તસવીર

શહેર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ચોકમાં નશાની હાલતમાં મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી ફરિયાદ દાખલ થઈ, બાદમાં ટેબલ જામીન પર છુટકારો

 • Share this:
  ચિરાગ ત્રિવેદી, ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂ પકડવામાં આવતો હોય છે સાથે નશામાં ચૂર અનેક લોકો પણ ઝડપાતા આવ્યા છે ગઈકાલ મોડી રાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી નશાની હાલતમાં ઝડપાઇ ગયા હતા. ભાવનગર શહેરમાં મોડી રાત્રે નિલમબાગ પોલીસના ઇન્ચાર્જ પીઆઇ પંડ્યા પેટ્રોલિંગમાં ગત તે દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ચોકમાં નશાની હાલતમાં મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરી હતી. જો કે બાદમાં ટેબલ જામીન પર છુટકારો થયો હતો

  ઇન્ચાર્જ પીઆઇ પંડ્યા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પરિમલ ચોકમાં શહેર પ્રમુખ નશામાં ચૂર હોઈ પીઆઇએ કાયદેસર કાર્યવાહી કરી હતી. શહેર પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને બાદમાં તેનો જામીન ટેબલ પર છુટકારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જો કે રાજકીય વર્તુળમાં બનેલી ઘટનાની નિંદા થઈ રહી છે તો ભાજપે પણ તેનો અંગત મામલો હોવાથી વધુ કહેવાનો ઇનકાર કર્યો છે

  આ પણ વાંચો :  અમદાવાદ : બનેવી સાથે આડા સંબંધોની આશંકાએ પતિનો પત્ની પર એસિડ એટેક

  નાના લોકો દારૂ જેવા નશામાં ઝડપાતા હશે પરંતુ નેતાગીરી કરીને સમાજના સુખનો વધારો કરવાની વાત કરતા લોકો જ નશામાં ઝડપાઇ ત્યારે લોકોમાં પણ સવાલ ઉઠે છે કે પ્રજાનો સેવક કેવો હોવો જોઈએ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.
  Published by:Jay Mishra
  First published: