ન્યૂઝ 18 ગુજરાતી : ભાવનગરમાં (Bhavnagar) પત્ની સાથેના પારિવારીક ઝઘડામાં પોતાના જ ત્રણ સંતાનોને રહેંસી (Murder) નાખનાર નિષ્ઠુર પોલીસકર્મીએ રિમાન્ડ દરમિયાન પોતાના પર મેલી વિદ્યા થઈ હોવાનું રટણ કર્યુ છે. કૉન્સ્ટેબલ (constable) સુખદેવ નાજા શિયાળે પોલીસ (police) પુછપરછ દરમિયાન કહ્યું હતું કે 'મારા પર મેલી વિદ્યા થઈ છે'
ભાવનગરમાં ત્રણ પુત્રોને રહેંસી નાખનાર પોલીસ કૉન્સ્ટેબલ સુખદેવ (sukhdev Shiyal) શિયાળનો પત્ની સાથે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. પત્ની સાથેના કંકાસથી કંટાળેલા કૉન્સ્ટેબલે પત્નીને સબક શીખવાડવા માટે ક્રોધમાં પોતાના જ પુત્રઓને રહેંસી નાખ્યાં. રવિવારે સાંજે સુખરામે ત્રણ પુત્રોને રહેંસી અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. સુખરામે પોલીસને ફોન કરી કહ્યું,'સાહેબ, મેં મારા છોકરાને મારી નાખ્યા છે'
સુખરામ શિયાળને સંતાનોમાં ત્રણ પુત્ર ખુશાલ (ઉ.વ. 7) ઉદ્ધવ (ઉ.વ. 5) અને મનમીત (ઉ.વ. 3) હતા. પત્ની જીજ્ઞા સાથે ચાલી રહેલા કંકાસથી કંટાળેલા સુખરામે રવિવારે દાંતરડાથી ત્રણ પુત્રોના ગળાં કાપી નાખ્યાં હતા. આ ઘટના બાદ પોલીસે સુખરામની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પુત્રોને યાદ કરીને રડતો રહ્યો સુખદેવ શિયાળ પોલીસની પુછપરછ દરમિયાન પુત્રોને યાદ કરી અવારનવાર રડતો રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ આ મુદ્દે પોલીસ સુખદેવના નિવેદનના આધારે કોણે મેલી વિદ્યા કરી તેવી તપાસ પણ કરી શકે છે.
શુક્રવારે ફૂગ્ગા શણગારી પુત્રનો જન્મદિન ઉજવ્યો હતો પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક બાળકોમાંના ખુશાલ શિયાળનો શુક્રવારે જ જન્મદિન હતો. શુક્રવારે પરિવાર સાથે સુખરામ જન્મદિન ઉજવ્યો હતો. ઘરમાં રંગબેરંગી ફૂગ્ગા બાંધી કેક કાપી જન્મદિન ઉજવ્યો હતો. રવિવારે સુખરામ શિયાળ પત્ની અને બાળકો સાથે વરસાદમાં બહાર નહાવા માટે ગયો હતો. બહારથી ઘરે આવ્યા બાદ પત્ની સાથે નજીવી બાબતે ઝઘડો થતાં સુખરામે પુત્રોને એક પછી એક રહેંસી નાખ્યાં હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર