નીતિન ગોહેલ, ભાવનગર : કોરોનાના નિયમો જાણે રાજકીય પાર્ટીને લાગુ પડતા ન હોય તેવો એક કિસ્સો ભાવનગર જીલ્લાનાં પાલિતાણામાં સામે આવ્યો છે. પાલિતાણામાં માસ્ક પહેર્યા વિના ફરી રહેલા શખ્સે પોતાને ભાજપનો પાયાનો કાર્યકર્તા ગણાવી, કાયદો પોતાનાં ખિસ્સામાં છે તેમ કહી દંડ ભરવાની ના પાડી હતી. આ કારણે પિતા-પુત્ર સામે પોલીસે ફરજમાં રૂકાવટ કર્યાં અંગેની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરનાં સંજીવની હોસ્પિટલ પાસેનાં જાહેર માર્ગ પર ચૌહાણ મેરા સગરામભાઈ (રહે.સાંઢ ખાખરા, તા.ગારિયાધાર જી.ભાવનગર) માસ્ક પહેર્યા વગર હતા. પોલીસ દ્વારા માસ્ક ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરતા દંડ ભરવાનું જણાવતા તેણે દંડ ભરવા અંગે આનાકાની કરી હતી. ત્યારે તેજ એ વખતે ત્યાં અન્ય સગરામ કાનાભાઈ ચૌહાણ (રહે. સાંઢ ખાખરા, તા.ગારિયાધાર) આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે માસ્ક પહેર્યા વગરનો શખ્સ તેમનો દિકરો છે અને હું ભાજપનો કાર્યકર છું, કાયદો મારા ખીસ્સામાં છે.
આ પણ વાંચો - રાજકોટ : કુખ્યાત કુકી ભરવાડના 5 સાગરિતો ઝડપાયા, પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મીઓ પર કર્યો હતો હુમલો પોલીસને રોફ બતાવી દંડ ભરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે માસ્ક તો નહીં પહેરાય તમારાથી જે થાય તે કરી લેજો. આ કારણે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ મામલે પોલીસે ઉક્ત બંન્ને પિતા-પુત્ર વિરુદ્ધ જાહેનામા ભંગ, ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.