Dhairya Gajara, Kutch: નગરપાલિકા (Municipality) વિસ્તારોમાં જાહેર પ્રચાર પ્રસાર માટે ઠેક ઠેકાણે હોર્ડિંગ બોર્ડ (Hoarding Boards) ઊભા કરવામાં આવતા હોય છે, જેના મારફતે ખાનગી એકમો ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને સરકારી વિભાગો પણ પોતાનું પ્રચાર પ્રસાર કરતા હોય છે. પણ ભુજ શહેરમાં (Bhuj City) છેલ્લા થોડા દિવસોથી સરકારી યોજનાનો (Government Policies) પ્રચાર કરતા બેનરો ઠેકઠેકાણે આડેધડ મૂકવામાં આવ્યા છે (orderless Hoardings) જે રસ્તા પર આવતા જતા લોકો માટે એક મુશ્કેલી બની છે.
નિયમો મુજબ નગરપાલિકા દ્વારા શહેરની અંદર જાહેર સ્થળો પર લગાવેલા હોર્ડીંગ બોર્ડ પર વિજ્ઞાપનો આપવા માટેના કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કરવામાં આવતા હોય છે. ભુજ શહેરની વાત કરીએ તો દર વર્ષે રૂ. એક કરોડથી વધારાનો ટેન્ડર ભરાય છે. અને કોન્ટ્રાક્ટ લેનાર ખાનગી એકમ પણ આ માંથી મબલખ કમાણી કરે છે.
પણ છેલ્લા થોડા દિવસોથી ભુજ નગરપાલિકા હદવિસ્તારમાં હોર્ડીંગ બોર્ડની જગ્યાએ જાહેર રસ્તાઓ પર બેનર મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ઇ-ગ્રામ સેલ યોજનાનું પ્રચાર કરતા આ બેનરો શહેરના હમીરસર તળાવ, કચ્છ મ્યુઝિયમ, ખેંગાર પાર્ક, ભુજીયા ડુંગર ઉપરાંત કલેકટર કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળી ભવન જેવી સરકારી કચેરીઓ બહાર રસ્તા પર રખાયેલા જોવા મળે છે.
સામાન્યપણે હોર્ડીંગ બોર્ડ પર દેખાતા આવા બેનર જાહેર રસ્તાઓ પર ઊભા કરવામાં આવતા લોકોમાં પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે. તો નગરપાલિકા વિપક્ષી દળ દ્વારા પણ આ મુદ્દે આકરી ટીપ્પણી કરાતા વિધાનસભા ચુંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગેરકાયદેસર રીતે પ્રચાર પ્રસાર કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આવતી 14 તારીખે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છના પ્રવાસે આવવાના છે. તેની પહેલાં જ આ પ્રકારના બેનરો ઊભા થતા તેના પર અનેક પ્રશ્નો ઉભા થાય છે. તો વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા ધરાવતા બેનરો જ્યારે ફાટીને રસ્તા પર ધૂળ ખાતા હોય તે કેટલે અંશે યોગ્ય છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે.
તો News18 દ્વારા આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરાતા કઈ કચેરી દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે, તેનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઇ-ગ્રામ સેલ યોજના જિલ્લા પંચાયતની પંચાયત શાખા અંતર્ગત આવતી હોવાથી જિલ્લા વિકાસ અધિકારીની સંપર્ક કરાતા તેમણે પણ આ મુદ્દે તપાસ ચાલુ હોવાનું કહી ચૂપી સેવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર