સાબરકાંઠા: વિરપુર (Virpur) ગામની સીમમાં રીંછ (bear) દેખાયો હતો. જે બાદ લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. રીંછે વનવિભાગના (Forest department) કર્મચારી અને અન્ય એક પર હુમલો કર્યો છે. જે બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. વનવિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
રીંછને પાંજરે પુરવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રીંછને જોવા આસપાસના વિસ્તારના લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા હતા. હાલ આ રીંછનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.
સાબરકાંઠાના વિરપુર ગામની સીમમાં રીંછ દેખાયો
રીંછે વનવિભાગના કર્મચારી અને અન્ય એક પર કર્યો હુમલો
થોડા દિવસ પહેલા વડગામ તાલુકાના મુક્તેશ્વર નજીક રીંછ દેખાયું હતું. ચામુંડા માતાજી મંદિર નજીક રાત્રિ દરમિયાન લટાર મારતાં રીંછ સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે તે, મુકેશ્વર ડેમ નજીક જંગલ વિસ્તાર હોવાથી રીંછ આવતા હોય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર