Home /News /gujarat /BCCIના પૂર્વ સેક્રેટરીના કાર્યકાળમાં ધોની બન્યા હતા કેપ્ટન, વાગોળ્યા રાજકોટમાં રમાયેલી મેચનાં સંસ્મરણો

BCCIના પૂર્વ સેક્રેટરીના કાર્યકાળમાં ધોની બન્યા હતા કેપ્ટન, વાગોળ્યા રાજકોટમાં રમાયેલી મેચનાં સંસ્મરણો

નિરંજન શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હું બીસીસીઆઈનો સેક્રેટરી હતો ત્યારે મારા જ કાર્યકાળમાં મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઇન્ડિયાના કપ્તાન બનાવવામાં આવ્યા હતા.

નિરંજન શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હું બીસીસીઆઈનો સેક્રેટરી હતો ત્યારે મારા જ કાર્યકાળમાં મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઇન્ડિયાના કપ્તાન બનાવવામાં આવ્યા હતા.

રાજકોટ ; ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત સ્વતંત્રતા પર્વની સમી સાંજે કરી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'મેં પલ દો પલ કા શાયર હું' ના ગીત સાથે પોતાના જુદા જુદા ફોટો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી ત્યારે બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હું બીસીસીઆઈનો સેક્રેટરી હતો ત્યારે મારા જ કાર્યકાળમાં મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઇન્ડિયાના કપ્તાન બનાવવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું, મેં અને મારા સાથી મિત્રો એ જે ભરોસો મહેન્દ્રસિંહ ધોની પર મુક્યો હતો. તે ભરોસા પર મહેન્દ્રસિંહ ધોની ખરા ઉતર્યા છે. તેમનો કાર્યકાળ નિર્વિવાદીત રહ્યો છે તેમને જે રીતે નિવૃત્તિની જાહેરાત કરી તે પણ પોતાની મનગમતી શૈલીમાં કરી છે. એક સારો કેપ્ટન ત્યારે જ કહેવાય કે જ્યારે તે પોતાના સાથી ખેલાડીઓ પર ગુસ્સે ન થાય પરંતુ તેમની આવડતને પારખીને તેમની પાસેથી સારામાં સારું ક્રિકેટ બહાર લાવે. ત્યારે મહેન્દ્રસિંહ ધોનીમાં આ તમામ ગુણો પહેલેથી જ વિદ્યમાન હતા. ચોક્કસ જે રીતે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તેનાથી ભારતીય ક્રિકેટને એક મસમોટી ખોટ ઊભી થશે.



ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ત્યારે સમગ્ર મામલે મહેન્દ્રસિંહ ધોની અને રાજકોટ શહેરના સંબંધો અંગે વાતચીત કરતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડન્ટ જયદેવ શાહે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોની અને રાજકોટના સંબંધો ખૂબ સારા રહ્યા છે.



ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડન્ટ જયદેવ શાહે  સંસ્મરણો યાદ કરત જણાવ્યું કે, 14 નવેમ્બર ૨૦૦૮ના દિવસે રાજકોટના માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એક દિવસીય ક્રિકેટ મેચ રમ્યા હતા. જે મેચમાં ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. જ્યારે કે ત્યારબાદ મેદાને ઊતરેલી ટીમ ઇંગ્લેન્ડ માત્ર 229 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 158 રને વિજય થયો હતો.



આ પણ વાંચો - વડોદરામાં વરસાદે વિરામ લેતા પૂરનું સંકટ ટળ્યુ, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો

તેમણે યાદ કરતા કહ્યું કે, આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ 32 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે કે ટીમ ઇન્ડિયા તરફથી સર્વાધિક રન યુવરાજ સિંહે 125 બોલમાં 138 રન બનાવ્યા હતા. આ મેચમાં યુવરાજસિંહ નોટ આઉટ રહ્યા હતા. આ મેચમાં મેન ઓફ ધી મેચ ટીમ ઇન્ડિયાના ખેલાડી યુવરાજ સિંહ રહ્યા હતા.

આ પણ જુઓ  - 

આ મેચમાં મેન ઓફ ધ મેચ યુવરાજસિંહને સીબીઝેડ બાઈક પુરસ્કાર તરીકે મળ્યું હતું જે બાઈકમાં યુવરાજ સિંહને પાછળ બેસાડી ગ્રાઉન્ડમાં હંકાર્યું હતું. તો વર્ષ 2017માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એક મોમેન્ટ મહેન્દ્રસિંહ ધોની માટે બનાવવામાં આવ્યો હતો જે બીસીસીઆઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - MS Dhoni Retirement: BCCIએ ધોનીને જાન્યુઆરીમાં નિવૃત્તિ લઈ લેવાનો સંકેત આપ્યો હતો?
First published:

Tags: Indian cricketer, M S Dhoni, ગુજરાત, રાજકોટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો