કંડલાના દરિયામાં બાર્જ ડૂબ્યું, 7 ક્રુ મેમ્બરને બચાવાયા

News18 Gujarati
Updated: June 14, 2018, 8:48 AM IST
કંડલાના દરિયામાં બાર્જ ડૂબ્યું, 7 ક્રુ મેમ્બરને બચાવાયા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
કંડલાના દરિયા નજીક ગિરીજા (3) નામનું એક બાર્જ ગઇકાલે મોડી રાતે ડૂબ્યું છે. આ બાર્જમાં 7 ક્રુ મેમ્બર લાપતા બન્યાં હતાં જેમને બચાવી લેવામાં આવ્યાં છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને કંડલા પોર્ટ લે જહાજ મદદ માટે મોકલવામાં આવ્યાં હતાં. ખોવાયેલ ક્રુ મેમ્બર પણ ગુમ થયા હતાં જેમને બચાવી લેવામાં આવ્યાં છે . આ બાર્જ ઓટીબીથી 1500 ટન ખાતર લઇને આવી રહ્યું હતું. પોર્ટના સત્તાધીશ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે કોસ્ટ ગાર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે.

કાલે બુધવારે મોડી રાતે ખાતર લઇને કંડલા તરફ આવી રહેલું બાર્જ ઓટીબીથી બે કિમી દૂર હતું ત્યારે અચાનક જ ડૂબવા લાગ્યું હતું. જેના પગલે VHF પર મેસેજ આવતા મદદ મોકલવામાં આવી હતી.

આ ઘટનાના સમાચાર મળતાંની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બાર્જ અને ક્રુ મેમ્બરને બચાવવા કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજો મોકલવામાં આવ્યાં હતાં. કંડલા પોર્ટના અન્ય ટગ અને બોટ પણ મદદ માટે રવાના થઇ ચુક્યાં છે.
First published: June 14, 2018, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading